About: http://data.cimple.eu/claim-review/6335bb5d50cb513ef873d0f154bbcd8b8be9629dfe7c0f5c70925fd3     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: મહિલા વકીલોની વચ્ચે થયેલી મારમારીનો જૂનો વીડિયો ફરીથી ખોટા દાવા સાથે થયો વાયરલ - By: Jyoti Kumari - Published: Apr 11, 2023 at 10:05 AM નવી દિલ્હી (વિશ્વાસ ન્યુઝ): સોશિયલ મીડિયા પર બે મહિલા વકીલો વચ્ચેની મારામારીના વીડિયોને વાયરલ કરવામાં આવી રહ્યો છે. વીડિયોને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે મહિલા વકીલો વચ્ચેની થયેલ મારામારીનો આ વીડિયો મહારાષ્ટ્ર કોર્ટનો છે. વીડિયોમાં ઘણા અન્ય લોકો પણ જોવા મળી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ભ્રામક હોવાનું સામે આવ્યું. આ ઘટના મહારાષ્ટ્રની નથી, ઉત્તર પ્રદેશના કાસગંજની હતી અને જે બે મહિલાઓ વચ્ચે ઝઘડો થયો હતો, તે બંને વકીલો હતી. જજ નહીં. વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આ દાવો પહેલા પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યો છે. તે સમયે પણ અમે તેની તપાસ કરીને સત્ય સામે રાખ્યું હતું. શું છે વાયરલ પોસ્ટમાં? ફેસબુક યુઝર ‘Akhbariat’એ 5 માર્ચે વાયરલ વીડિયો શેર કરતા અંગ્રેજીમાં કેપ્શન લખ્યું છે. જેનું ગુજરાતી અનુવાદ છે: ભારત: મહિલા ન્યાયાધીશ અને મહિલા વકીલ વચ્ચે થઈ ઝપાઝપી. એક મહિલા પોલીસ અધિકારી દ્વારા બંનેને છૂટા પાડવામા આવી રહ્યા છે! કારણ: ન્યાયાધીશે વકીલના મંગેતરના જામીન નામંજૂર કર્યા! વાયરલ પોસ્ટની આર્કાઇવ લિંક અહીં જોઈ શકાય છે. તપાસ વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને આ વીડિયો ‘નવભારત ટાઈમ્સ’ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર 28 ઓક્ટોબર 2022ના રોજ અપલોડ કરેલ મળ્યો. વીડિયોની સાથે ડિસ્ક્રિપ્શનમાં લખવામાં આવ્યું હતું, “કાસગંજની કોર્ટમાં બે મહિલા વકીલ વચ્ચે અથડામણ થઈ”. વીડિયોમાં જણાવવામાં આવ્યું, આ વીડિયો યુપીના કાસગંજ ફેમિલી કોર્ટનો છે. કોર્ટમાં બે મહિલા વકીલો વચ્ચે મારામારી થઈ હતી. સર્ચ દરમિયાન અમને B&B Legal નામના ટ્વિટર હેન્ડલ પર પણ વીડિયો શેર કરેલો મળ્યો. 29 ઓક્ટોબર 2022ના રોજ વીડિયોને શેર કરી લખવામાં આવ્યું હતું “કાસગંજ ફેમિલી કોર્ટમાં એક દંપતીનું પ્રતિનિધિત્વ કરી રહેલી બે મહિલા વકીલો વચ્ચે બોલાચાલી થઈ ગઈ અને મારામારી શરૂ થઈ ગઈ.” Jagran.com પર 28 ઓક્ટોબર 2022ના રોજ પ્રકાશિત થયેલા એક સમાચારમાં વીડિયોના સ્ક્રીનશૉટનો ઉપયોગ કરતા જણાવવામાં આવ્યું હતું કે, “કાસગંજ ડિસ્ટ્રિક્ટ સેશન અને કોર્ટ પરિસરમાં એક કેસના મુકદ્દમાને લઈને બે મહિલા વકીલો વચ્ચે મારામારી થઈ. આ દરમિયાન કોર્ટ પરિસર અખાડો બની ગયું હતું. બાદમાં મહિલા પોલીસકર્મીઓ અને અન્ય વકીલોના હસ્તક્ષેપથી મામલો શાંત પડ્યો. એક પક્ષની તરફથી બે વકીલો સહિત સાત લોકો સામે કેસ દાખલ કરવામાં આવ્યો છે.” આ વીડિયો પહેલા પણ સમાન દાવાની સાથે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ચૂક્યો છે. તે સમયે અમે તેની તપાસ કરી હકીકત સામે રાખી હતી. તમે અમારી ફેક્ટ ચેક સ્ટોરીને અહીં વાંચી શકો છો . આ વિશે માહિતી માટે અમે કાસગંજ દૈનિક જાગરણના જિલ્લા પ્રભારી કૃષ્ણ બિહારી સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું, ”વીડિયો જૂનો છે. આ વીડિયો કાસગંજ કોર્ટનો છે. વીડિયોમાં જોવા મળી રહેલ બંને મહિલાઓ વકીલ છે.” તપાસના અંતે અમે આ વીડિયોને શેર કરનાર પેજની તપાસ કરી. તપાસમાં જાણવા મળ્યું કે આ પેજને 21 લોકો ફોલો કરે છે. નિષ્કર્ષ: ઉત્તર પ્રદેશના કાશગંજની ફેમિલી કોર્ટમાં થયેલી મહિલા વકીલો વચ્ચેની લડાઈના વીડિયોને મહારાષ્ટ્રનો જણાવીને ખોટા દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જે મહિલાઓ મારામારી કરતા જોવા મળી રહી છે, તે બંને વકીલો હતી, જજ નહીં. - Claim Review : દાવાની સમીક્ષા : મહારાષ્ટ્રમાં મહિલા જજ અને વકીલ વચ્ચે મારપીટ. - Claimed By : ફેસબુક યૂઝર -Akhbariat - Fact Check : Misleading Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software