About: http://data.cimple.eu/claim-review/638f18a3f72d37d244b060d345d113f466a12cbd395190f98778eb26     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • ફેક્ટ ચેક : ટ્વિટરે કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ ફરીથી શરૂ કર્યાના વાયરલ થયેલા સ્ક્રીનશોટ નકલી છે - By: Pragya Shukla - Published: Nov 4, 2022 at 12:54 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): હાલમાં સોશિયલ મીડિયા એપ્સ પર દરરોજ હજારો ફોટો અને વીડિયો વાયરલ થાય છે. ત્યારે કેટલાક એવા પણ ફોટો અને વીડિયો હોય છે કે જેને ખોટી રીતે અને ખોટા દાવા સાથે શેર કરવામાં આવે છે. તો કેટલીક વખત તો ફોટાને એડિટ કરીને ભ્રામક માહિતી સાથે શેર કરવામાં આવે છે. ત્યારે હાલમાં જ એક એવી ઘટના પ્રકાશમાં આવી છે. બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌતના કથિત ટ્વીટનો સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સ્ક્રીનશોટ શેર કરીને જણાવવામાં આવી રહ્યું છે કે એલોન મસ્કે ટ્વિટર ખરીદ્યા બાદ કંગના રનૌતનું એકાઉન્ટ ફરીથી શરૂ કરી દીધું છે. સ્ક્રીનશોટમાં લખ્યું હતું, “આભાર એલોન મસ્ક, હું ટ્વિટર પર પાછા ફરીને ખૂબ જ ખુશ છું.” વિશ્વાસ ન્યૂઝે વાયરલ કંગનાના આ વાયરલ સ્ક્રીનશોટની તપાસ કરી. આ તપાસમાં વાયરલ થયેલો દાવો ખોટો નીકળ્યો. તપાસમાં જાણવા મળ્યું કે કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ હજુ પણ સસ્પેન્ડ છે. તેના નામે ટ્વિટર પર ઘણા એકાઉન્ટ છે. પરંતુ એક પણ એકાઉન્ટ વેરિફાઈડ નથી. શું છે વાયરલ પોસ્ટમાં ? વાયરલ સ્ક્રીનશોટ શેર કરતા ફેસબુક યુઝર Zabih Ullah Khan Khattak એ કેપ્શનમાં લખ્યું, “એલોન મસ્ક બોલિવૂડની સૌથી વિવાદાસ્પદ અભિનેત્રી કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ પુનઃસ્થાપિત કર્યું છે!” આ પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં ક્લિક કરીને જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર અન્ય ઘણા વપરાશકર્તાઓ સમાન દાવાઓ સાથે સ્ક્રિનશોટ શેર કરી રહ્યા છે. તપાસ આ વાઇરલ પોસ્ટનું સત્ય જાણવા માટે અમે સૌથી પહેલા ટ્વિટર પર કંગના રનૌતનું સસ્પેન્ડેડ એકાઉન્ટ ચેક કર્યું. આ દરમિયાન અમને જાણવા મળ્યું કે કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ હજુ પણ સસ્પેન્ડ છે. કંગનાનું એકાઉન્ટ એક્ટિવેટ કરવામાં આવ્યું નથી. ત્યારબાદ વધુ તપાસ કરતા અમે સ્ક્રીનશૉટ્સને ધ્યાનથી તપાસ્યા અને તેનું અવલોકન કર્યું. જેમાં અમને જાણવા મળ્યું કે સ્ક્રીનશોટ પર ટ્વિટર હેન્ડલનું નામ ‘@TheKangnaRanut‘ છે. અમે આ યુઝર આઈડી વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને જાણવા મળ્યું કે આ Twitter એકાઉન્ટ વેરિફાઈડ નથી અને ઓક્ટોબર 2022 માં બનાવવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન અમને કંગના રનૌતના નામ પર બનેલા ઘણા એકાઉન્ટ મળ્યા. પરંતુ એક પણ એકાઉન્ટ વેરિફાઈડ નથી. આ મામલે વધુ તપાસ કરતા અમે સંબંધિત કીવર્ડ્સ સાથે ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને 30 ઓક્ટોબર 2022ના રોજ પંજાબ કેસરીની વેબસાઈટ પર પ્રકાશિત એક અહેવાલ મળ્યો. જેના મુજબ હિમાચલ પ્રદેશમાં ‘આજ તક’ની એક ઈવેન્ટ દરમિયાન કંગનાએ કહ્યું કે ટ્વિટર તેને એક વર્ષ સુધી પણ પ્લેટફોર્મ પર રાખી શક્યું નથી. ‘જો હું ટ્વિટર પર પાછી આવીશ, તો લોકોના જીવનમાં ખળભળાટ મચી જશે અને મારી સામે વિવિધ રાજ્યોમાં કેસ નોંધાશે જેના પગલે મારું જીવન સમસ્યાઓથી ઘેરાઈ જશે. ખુશી છે કે હું ટ્વિટર પર નથી. પણ જો મારું ફરી ટ્વિટર પર એક્ટિવ થશે તો ચોક્કસ… તમને ઘણો મસાલો મળશે. અન્ય ઘણી ન્યૂઝ વેબસાઈટ્સે પણ આ સમાચાર પ્રકાશિત કર્યા છે. આજતક પર 29 ઓક્ટોબર 2022ના રોજ પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ એલોન મસ્કએ કહ્યું છે કે ટૂંક સમયમાં ટ્વિટર માટે કન્ટેન્ટ મોડરેશન કાઉન્સિલની રચના કરવામાં આવશે. આ કાઉન્સિલ સામગ્રી મધ્યસ્થી સંબંધિત તમામ નિર્ણયો લેશે. આ કાઉન્સિલ નક્કી કરશે કે બંધ એકાઉન્ટને ફરીથી શરૂ કરવા કે નહીં. વધુ માહિતી માટે અમે મુંબઈના સિનિયર એન્ટરટેઈનમેન્ટ જર્નાલિસ્ટ પરાગ છાપેકરનો સંપર્ક કર્યો. તેઓએ અમને કહ્યું કે વાયરલ દાવો ખોટો છે. કંગના રનૌત હાલમાં ટ્વિટર પર નથી. અમે સંપૂર્ણ પુષ્ટિ કરવા માટે કંગના રનૌતની પીઆર ટીમનો સંપર્ક કર્યો. તેઓએ અમને કહ્યું કે વાયરલ દાવો ખોટો છે. કંગના ટ્વિટર પર એક્ટિવ નથી. તપાસના અંતે વિશ્વાસ ન્યૂઝે નકલી પોસ્ટ શેર કરનાર યુઝર Zabih Ullah Khan Khattak નું સોશિયલ સ્કેનિંગ કર્યું. પ્રોફાઇલ પર આપવામાં આવેલી માહિતી મુજબ યુઝર પાકિસ્તાનનો રહેવાસી છે અને તેને 307 લોકો ફોલો કરે છે. નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝે કંગના રનૌતના નામે ટ્વિટના વાયરલ સ્ક્રીનશોટની તપાસ કરી. તપાસમાં વાયરલ થયેલો દાવો ખોટો નીકળ્યો. કંગના રનૌતનું ટ્વિટર એકાઉન્ટ હજુ પણ સસ્પેન્ડ છે. તેના નામે ટ્વિટર પર ઘણા એકાઉન્ટ છે. પરંતુ એક પણ એકાઉન્ટ વેરિફાઈડ નથી.જેથી આ દાવો ખોટો અને અને ખોટી રીતે શેર કરવામાં આવી રહ્યો છે. - Claim Review : ટ્વિટરે કંગના રનૌતનું હેન્ડલ ફરી સક્રિય કર્યું. - Claimed By : Zabih Ullah Khan Khattak - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software