schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
વિશ્વમાં વસતા લાખો મુસ્લિમો બલિદાનના પ્રતીક તરીકે બકરી ઈદની ઉજવણી કરશે. આને ઈદ-ઉઝ-ઝોહા કે ઈદ-ઉલ-અઝહા કહેવાય છે. આ ઈદ એ સમયે ઊજવાય છે જ્યારે મુસ્લિમો હજ યાત્રાએ જાય છે. આ વર્ષે બકરી ઈદની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે સોશ્યલ મીડિયા પર બકરીના બલિદાન પર અનેક લોકોએ પ્રશ્નો ઉભા કર્યા અને એક વિવાદ છેડાયો હતો.આવા જાહેર બલિદાનથી અન્ય ધર્મના લોકોની ભાવનાઓને ઠેસ પહોંચે છે અને તેનાથી સાંપ્રદાયિક સુમેળમાં ભંગાણ પડે છે.
આ વર્ષે બકરી ઈદની ઉજવણી પર અલગ-અલગ રાજ્યો દ્વારા ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હતી, જે મુજબ ઘણા રાજ્યોમાં બકરીની કુરબાની પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો. આ મુદ્દે ગુજરાતમાં અમદાવાદ અને સુરતના પોલીસ કમિશનરે જાહેર સ્થળોએ અને ખાનગી સ્થળોએ પ્રાણીઓના બલિદાન પર પ્રતિબંધ મૂકવાનો આદેશ આપ્યો હતો. સીઆરપીસીની કલમ 144 અંતર્ગત કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જાહેર કરાયેલી સૂચનાઓ, “ઈદ-અલ-અદા પર પ્રાણીઓના બલિદાન પર પ્રતિબંધ છે.
આ સંદર્ભે ફેસબુક અને ટ્વીટર પર એક વિડિઓ વાયરલ થયેલ છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે ગુજરાતના પંચમહાલ જિલ્લામાં આવેલ કાલોલ ખાતે બકરી ઈદના દિવસે ગૌ હત્યા અને ગૌ માંસ મુદ્દે કોમી હિંસા ( communal clash )સર્જાઈ હતી અને હિન્દૂ આગેવાનો અને પોલીસ જવાનો પર પથ્થર મારો પણ કરવામાં આવ્યો હતો. archive Posts
પંચમહાલ કાલોલ ખાતે બકરી ઈદના દિવસે ગૌ હત્યા મુદ્દે કોમી હિંસા ( communal clash ) અને જૂથ અથડામણ થઇ હોવાના દાવા સાથે વાયરલ થયેલ વિડિઓ અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન tv9hindi , news18 દ્વારા 11 જુલાઈના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.
અહેવાલ મુજબ, 9જુલાઈના એક સમુદાયના લોકો દ્વારા કિશોરને કથિત રીતે માર માર્યા બાદ વાતાવરણ તંગ બન્યું હતું, પરિણામે શનિવારે બંને સમુદાયો વચ્ચે હિંસક અથડામણ (communal clash) થઈ હતી, અને પરિસ્થિતિને અંકુશમાં લેવાનો પ્રયાસ કરી રહેલા પોલીસકર્મીઓ પર પણ હુમલો કરવામાં આવ્યો.
indianexpressના અહેવાલ મુજબ પંચમહાલ પોલીસ અધિક્ષક લીના પાટીલે જણાવ્યું હતું કે કાલોલ પોલીસ દ્વારા એક કિશોરને માર મારવાના આરોપમાં 9જુલાઈના શુક્રવારે રાત્રે એક વ્યક્તિને કસ્ટડીમાં લેવામાં આવ્યો હતો. ત્યારે કેટલાક લોકોએ આ વ્યક્તિ નિર્દોષ હોવાની વાત રાખતા તેને મુક્ત કરવાની માંગ કરી હતી. જે બાદ પોલીસ અને અસામાજિક તત્વો વચ્ચે ઘર્ષણ પણ થયું હતું.
આ પણ વાંચો :- શું ચેન્નાઇના આ વ્યક્તિએ બળાત્કાર કરનારનું માથું કાપી નાખ્યું અને જાતે પોલીસ સ્ટેશન હાજર થયો?
આ ઉપરાંત, યૂટ્યૂબ પર TV9 ,VTV દ્વારા પબ્લિશ કરવામાં આવેલ લાઈવ ન્યુઝ બુલેટિન અને ફેસબુક પર લોકલ ન્યુઝ ગ્રુપ્સ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ વિડિઓ પણ અહીંયા જોઈ શકાય છે, જ્યાં કાલોલ ખાતે હિંસક અથડામણના બનાવ બન્યા હોવાની વાત કરવામાં આવેલ છે. પરંતુ અહીંયા ગૌ માંસ કે ગૌ હત્યાનો ઉલ્લેખ કરવામાં આવેલ નથી.
વધુ માહિતી માટે પંચમહાલ પોલીસ અધિક્ષક લીના પાટીલ સાથે વાયરલ દાવા સંબધિત વાતચીત કરતા જાણવા મળે છે, આ ઘટના બે જૂથ વચ્ચે એક કિશોર સાથે કરવામાં આવેલ મારા-મારી સંદર્ભે છે. આ ઘટનાને ગૌ માંસ કે ગૌ હત્યા સાથે કોઈ લેવાદેવા નથી. તેમજ આ ઘટના 10 જુલાઈના બનેલ છે, કિશોર સાથે થયેલ મારા-મારી સંદર્ભે પોલીસ દ્વારા પકડવામાં આવેલ સંદિગ્ધ આરોપીને મુક્ત કરવાની માંગ એક સમુદાયના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો અને પથ્થર મારો કરવામાં આવ્યો હતો. બકરી ઈદના દિવસે શાંતિપૂર્ણ વાતાવરણ સાથે ઉજવણી થયેલ છે. જિલ્લામાં કોઈપણ જગ્યાએ હિંસાના બનાવો બન્યા નથી.
ગુજરાતમાં પંચમહાલ ખાતે બકરી ઈદના દિવસે ગૌ હત્યા મામલે કોમી હિંસા ભડકી ઉઠી હોવાનો ભ્રામક દાવો કરવામાં આવેલ છે. વાયરલ વિડિઓમાં દેખાઈ રહેલ હિંસા (communal clash) બે જૂથ વચ્ચે થયેલ મારા-મારી મુદ્દે છે. જે બાદ આ ઘટના સાંપ્રદાયિક સ્વરૂપ લઇ ચુકી હતી. વાયરલ દાવા અંગે પોલીસ અધિક્ષક લીના પાટીલ દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવે છે. આ બનાવ સાથે ગૌ હત્યા કે ગૌ માંસની કોઈ ઘટના જોડાયેલ નથી, તેમજ આ ઘટના બકરી ઈદના દિવસે નહીં પરંતુ જુલાઈ 10ના બનેલ છે.
divyabhaskar
watchgujarat
tv9hindi
news18
indianexpress
Kalol Police
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Komal Singh
October 15, 2024
Runjay Kumar
August 14, 2024
Dipalkumar
December 18, 2024
|