schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
સોશ્યલ મીડિયા પર એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે. દાવો કરવામાં આવ્યો છે કે મહારાષ્ટ્રની એક કોર્ટમાં મહિલા જજ અને મહિલા વકીલ વચ્ચે મારામારી થઈ છે. વીડિયોમાં બે મહિલાઓ કોર્ટ પરિસરમાં એક કેસ મુદ્દે મારામારી કરતા જોવા મળે છે.
ફેસબુક યુઝર્સ વાયરલ વીડિયોને “ભારતમાં પહેલી વાર – જજ સાહિબાએ જામીન ન આપ્યા એટલે વકીલ સાહિબા અને જજ સાહિબા વચ્ચે છુટ્ટા હાથની મારામારી” ટાઇટલ સાથે શેર કરી રહ્યા છે.
મહારાષ્ટ્રની એક કોર્ટમાં મહિલા જજ અને મહિલા વકીલ વચ્ચે મારામારી થઈ હોવાના વાયરલ વિડીયો અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ટ્વીટર પર 29 ઓક્ટોબર, 2022ના બાર એન્ડ બેન્ચ દ્વારા પોસ્ટ કરવામાં આવેલ સમાન વિડીયો જોવા મળે છે. ટ્વીટ અનુસાર, ઉત્તરપ્રદેશની કાસગંજ ફેમિલી કોર્ટના પરિસરમાં એક દંપતીના કેસનું પ્રતિનિધિત્વ કરવા મુદ્દે બે મહિલા વકીલો વચ્ચે લડાઈ થઈ હતી.
મળતી માહિતીના આધારે વધુ તપાસ કરતા અમને ANI અને ધ પ્રિન્ટમાં પ્રકાશિત થયેલ અહેવાલ જોવા મળે છે. જે અનુસાર, કાસગંજ ફેમિલી કોર્ટમાં સાથી વકીલ સાથે ઝઘડા કરવા માટે વકીલ વિરુદ્ધ FIR નોંધાય છે. કાસગંજના એડવોકેટ યોગ્યતા સક્સેનાને એક કેસ મુદ્દે અભિપ્રાયના મતભેદને પગલે ફરિયાદ પક્ષના વકીલ દ્વારા માર મારવામાં આવ્યો હતો. વાયરલ વિડીયો અંગે ટાઈમ્સ ઑફ ઈન્ડિયા , લોકસત્તા અને નવભારત ટાઈમ્સના અહેવાલો અહીંયા જોઈ શકાય છે.
મહારાષ્ટ્રની એક કોર્ટમાં મહિલા જજ અને મહિલા વકીલ વચ્ચે મારામારી થઈ હોવાના ભ્રામક દાવા સાથે ઉત્તરપ્રદેશમાં બનેલ ઘટનાનો વિડીયો શેર કરવામાં આવેલ છે. યુપીના કાસગંજ કોર્ટમાં બે મહિલા વકીલો વચ્ચે મારામારી થઈ હતી, જે ઘટનાને મહારાષ્ટ્રની હોવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
(This article was originally published in Newschecker Malayalam by Sabloo Thomas)
Our Source
Tweet by B&B Legal on October 29,2022
News report by the Print on October 29,2022
News report by the Times of India on October 29,2022
News report by the Loksatta on October 30,2022
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
|