schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
ચોમાસા ની શરૂઆત લગભગ તમામ રાજ્યોમાં થઈ ચૂકી છે. હાલમાં ગુજરાતમાં તૌકતે વાવાઝોડું ત્યારબાદ સાઉથ માં ‘યાસ‘ વાવાઝોડું બાદ ઘણી તારાજી સર્જાઈ છે. આ દરમિયાન ઘણા ભ્રામક વિડિઓ પણ વાયરલ થયા હતા. ત્યારે હાલ એક વિડિઓ ફેસબુક પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં નદીમાં વીજળી પડી હોવાના દર્શ્યો જોવા મળે છે.
ફેસબુક યુઝર્સ દ્વારા “નદીમાં આકાશી વીજળી પડવાનો અદભૂત નજારો” કેપશન સાથે આ વિડિઓ શેર કરવામાં આવેલ છે.
નદીમાં વીજળી પડવાના વાયરલ વિડિઓ પર ગુગલ રિવર્સ ઉમેજ સર્ચ કરતા યુટ્યુબ પર ‘Porapaalutusta‘ ચેનલ પર ડિસેમ્બર 2012ના પબ્લિશ થયેલ સમાન વિડિઓ જોવા મળે છે. વિડિઓ સાથે લખવામાં આવ્યું છે “અમે જળમાર્ગ વધારે ઊંડાઈ સુધી લઇ જઈએ છીએ” (In this video, we deepen the waterway)
યુટ્યુબ વિડિઓ સાથે આપવામાં આવેલ વેબસાઈટ લિંક www.merityo.fi પર વાયરલ વિડિઓ અંગે હકીકત જાણવા મળે છે. વેબસાઈટ પર મળતી માહિતી મુજબ Rannikon Merityö Oy નામની કંપની જે ફિનલેન્ડમાં આવેલ છે, આ કંસ્ટ્રકશન કંપની પિયર પાઇલિંગ, ડ્રેજીંગ, અંડર વોટર માઇનિંગ જેવા પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.
આ પણ વાંચો :- દીવમાં વાવાઝોડું શરૂ થયું હોવાના દાવા સાથે ન્યુઝ ચેનલો દ્વારા શેર કરવામાં આવ્યો ભ્રામક વિડિઓ
આ ઉપરાંત વધુ સર્ચ કરતા Merityö કંપની ના ઓફિશ્યલ ફેસબુક પેજ પર જાન્યુઆરી 2018 ના વાયરલ વિડિઓ પોસ્ટ જોવા મળે છે. પોસ્ટ સાથે આપેલ કેપશનમાં કંપની ના કામ અંગે જાણકારી આપી રહ્યા છે. જેમાં લખવામાં આવ્યું છે “જળમાર્ગ વધુ ઊંડા બનાવવા તેમજ પાણી ના અંદર ખોદકામ કરવા માટે અમારો સંપર્ક કરો”
નદીમાં વીજળી પડવાની ઘટના અંગે મળતી માહિતી મુજબ વાયરલ વિડિઓ તદ્દન ભ્રામક છે. વિડિઓ ડિસેમ્બર 2012ના યુટ્યુબ પર પબ્લિશ કરવામાં આવેલ છે, ઉપરાંત આ ઘટના ફિનલેન્ડની એક કંપની જે અંડર વોટર ખોદકામ કરી રહી છે, તેમના દ્વારા કરવામાં આવેલ બ્લાસ્ટ નો વિડિઓ છે. ફેસબુક યુઝર્સ દ્વારા આ વિડિઓ નદીમાં વીજળી પડવાના ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Youtube Search Porapaalutusta
Official Website merityo.fi
Facebook page Merityö
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Prathmesh Khunt
June 5, 2023
Prathmesh Khunt
May 18, 2021
Prathmesh Khunt
May 28, 2021
|