Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
સુરતમાં આમ આદમી પાર્ટી કોર્પોરેશન ચૂંટણીમાં ભારે માત્રામાં વિજય બનીને વિરોધ પક્ષ તરીકે ભૂમિકા ભજવી રહ્યું છે. સુરતમાં આપ કાર્યકર્તાઓ અને ભાજપ વચ્ચે અવાર-નવાર સોશ્યલ મીડિયા પર એક અલગ જ હરીફાઈ ચાલી રહી છે. આ તરફ આપ કાર્યકર્તા અને નેતાઓ સુરતમાં અનેક મુદ્દે વિરોધ અને આંદોલન કરતા જોવા મળે છે. આ ક્રમમાં ફેસબુક પર સુરત પુણા વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા મામલે AAP કોર્પોરેટરના ઘરે માટલા ફોડી ધરણા કરી વિરોધ નોંધાવ્યો હોવાના દાવા સાથે કેટલીક તસ્વીર શેર કરવામાં આવેલ છે.
ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ફેસબુક પર “વોર્ડ નંબર 16 માં પાણી ના આવતા AAP કોર્પોરેટરના ઘરે માટલા ફોડી ધરણા” ટાઇટલ સાથે તસ્વીર શેર કરવામાં આવેલ છે. જયારે ન્યુઝ વેબસાઈટ Surties દ્વારા “વોર્ડ નં 16 AAPના કોર્પોરેટર પાયલ સાકરીયાના ઘરે ટોળું પહોંચ્યું” ટાઇટલ સાથે એક વિડિઓ શેર કરવામાં આવેલ છે. સોશ્યલ મીડિયા પર આ વાયરલ દાવાઓ 30 હજારથી પણ વધુ લોકો દ્વારા જોવામાં આવ્યા છે.
સુરત પુણા વિસ્તારના સ્થાનિકોએ પાણીની સમસ્યા મુદ્દે વોર્ડ નં 16 Aap કોર્પોરેટરના ઘરે માટલા ફોડી ધરણા કર્યા હોવાના દાવા સાથે વાયરલ થયેલ છે. આ પોસ્ટ અંગે AAP કોર્પોરેટર પાયલ સાકરીયાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર સર્ચ કરતા 9 ઓક્ટોબરના શેર કરવામાં આવેલ એક લાઈવ વિડિઓ અને તસ્વીર સાથે પાણીની સમસ્યા અંગે કરવામાં આવેલ પોસ્ટ જોવા મળે છે.
AAP નેતા પાયલ સાકરીયાના જણાવ્યા મુજબ તેઓ જે સોસાયટીમાં રહે છે, ત્યાં પાણીના પ્રેશર અંગે અવાર-નવાર ફરિયાદ નોંધાવવામાં આવેલ છે. આ મુદ્દે અધિકારીઓ દ્વારા કોઈપણ ઉચિત કાર્યવાહી કરવામાં આવતી નથી. વધુમાં શાસક પક્ષ આ સમસ્યા માટે જવાબદાર હોવાનો આરોપ લગાવતા પાણીની સમસ્યા અંગે સ્થાનિક મહિલાઓ સાથે મળીને માટલા ફોડીને વિરોધ નોંધાવ્યો હતો. તેમજ આગામી સમયમાં સમસ્યાનો નિકાલ નહીં આવે તો ઝોન ઓફિસ પર મોરચો માંડવાની વાત કરવામાં આવી હતી.
આ પણ વાંચો :- PM મોદી દ્વારા લાભાર્થીને સ્વનિધિ યોજના અંગે સવાલ કરતા કોઈપણ લાભ ન મળ્યો હોવાના જવાબ સાથે મહિલાનો વિડિઓ વાયરલ
AAP કોર્પોરેટરના ઘરે માટલા ફોડી ધરણા થયા હોવાના દાવા અંગે ગુગલ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન divyabhaskar અને TV9 Gujarati દ્વારા પ્રકાશિત કરવામાં અહેવાલ જોવા મળે છે. જે મુજબ સુરતના પુણા વિસ્તારમાં પાણીના પ્રેશર અંગેની સમસ્યા પર સ્થાનિકો દ્વારા માટલા ફોડી વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. આ વિરોધ પ્રદશન સમયે આપ કોર્પોરેટર પાયલ સાકરીયા અને વિપક્ષ નેતા ધર્મેશ ભંડારી પણ હાજર હતા.
સુરતના પુણા વિસ્તારમાં પાણીની સમસ્યા અંગે AAP કોર્પોરેટરના ઘરે માટલા ફોડી ધરણા થયા હોવાના દાવા સાથે શેર કરવામાં આવેલ વિડિઓ ને તસ્વીર સાથે ભ્રામક દાવો કરવામાં આવેલ છે. વોર્ડ નં 16ના કોર્પોરેટર આપ નેતા પાયલ સાકરીયા પણ આ વિરોધ પ્રદશનમાં સામેલ હતા, ઉલ્લેખનીય છે તેઓ પણ પુણા વિસ્તારમાં આવેલ નારાયણ નગર સોસાયટીમાં રહે છે. આ વિસ્તારના સ્થાનિકોએ આપ નેતાનો વિરોધ કર્યો અને તેમના ઘર આંગણે માટલા ફોડી વિરોધ નોંધાવ્યો હોવાના ભ્રામક દાવા સાથે વિડિઓ અને તસ્વીર ભાજપ કાર્યકર્તાઓ અને ન્યુઝ વેબસાઈટ દ્વારા શેર કરવામાં આવેલ છે.
divyabhaskar
TV9 Gujarati
AAP કોર્પોરેટર પાયલ સાકરીયા
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Kushel HM
August 2, 2024
Dipalkumar
September 26, 2024
Prathmesh Khunt
April 13, 2023