About: http://data.cimple.eu/claim-review/706bb598b5401d2a10c730b38199c7fdd3c11b41569aec4d26c5d56b     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: મનોજ તિવારીના 4 વર્ષ જૂના ઈન્ટરવ્યુમાંથી 35 સેકન્ડની એડિટેડ ક્લિપ કરાઈ વાયરલ વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે મનોજ તિવારીના ચાર વર્ષ પહેલાંના ઇન્ટરવ્યુમાંથી એક ભાગ કાપીને તેમાં ખોટું મ્યુઝિક ઉમેરીને ભ્રામક રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે. - By: Ashish Maharishi - Published: May 27, 2024 at 10:51 AM - Updated: May 27, 2024 at 01:48 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) દેશમાં લોકસભા ચૂંટણીની વચ્ચે ઉત્તર-પૂર્વ દિલ્હી લોકસભા મતવિસ્તારમાંથી ભાજપના ઉમેદવાર મનોજ તિવારીના ઈન્ટરવ્યૂની એક ક્લિપ વાયરલ થઈ રહી છે. આમાં તેમને ગરીબી પર વાત કરતા ભાવુક થતાં જોઈ શકાય છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર કેટલાક યુઝર્સ 35 સેકન્ડની આ ક્લિપને લોકસભાની ચૂંટણીની વચ્ચે તાજેતરની જણાવીને વાયરલ કરી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. તે ભ્રામક સાબિત થઈ. ચાર વર્ષ પહેલા ટીવી 9 ભારતવર્ષને આપેલા એક ઈન્ટરવ્યુમાંથી 35 સેકન્ડની ક્લિપને એડિટ કરીને વાયરલ કરવામાં આવી રહી છે. તેના બેકગ્રાઉન્ડમાં અલગથી એક મ્યુઝિક પણ ઉમેરવામાં આવ્યું છે. શું થઈ રહ્યું છે વાયરલ? એક્સ યુઝર અશોક કુમાર પાંડે (Ashok Kumar Pandey)એ 19 મે 2024ના રોજ મનોજ તિવારીના ઈન્ટરવ્યુની ક્લિપને શેર કરતા લખ્યું કે મોદીજીની અસર તિવારીજી પર પડી છે કે ઈમોશનલ એક્ટિંગ બંનેએ એક જ જગ્યાએથી શીખી છે? લોકસભા ચૂંટણીની વચ્ચે ક્લિપને તાજેતરના ઇન્ટરવ્યુની સમજીને અન્ય યુઝર્સ પણ તેને વાયરલ કરીને મનોજ તિવારીને નિશાન સાધી રહ્યા છે. પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેનું આર્કાઈવ વર્ઝન અહીં જુઓ. તપાસ વિશ્વાસ ન્યૂઝે તપાસની શરુઆત વાયરલ ક્લિપની સ્કેનિંગથી કરી. જેમાં ટીવી પત્રકાર અભિષેક ઉપાધ્યાયને ટીવી 9 માટે મનોજ તિવારીનું ઈન્ટરવ્યુ લેતા જોઈ શકાય છે. તેમણે એક હાફ જેકેટ પહેરેલું છે, જ્યારે દિલ્હીમાં અત્યારે ગરમી ચરમસીમાએ છે. આવી સ્થિતિમાં અમને શંકા થઈ કે આ ઇન્ટરવ્યુ જૂનો હોઈ શકે છે. આ પછી તપાસને આગળ વધારતા ટીવી 9ની યુટ્યુબ ચેનલ ચેક. ત્યાં કીવર્ડ્સથી સર્ચ કરતા અમને અસલી ઇન્ટરવ્યુ મળ્યો. 14 જૂન 2020ના રોજ આખા ઈન્ટરવ્યુને અપલોડ કરવામાં આવ્યો હતો. તે સમયે મનોજ તિવારી દિલ્હી ભાજપના અધ્યક્ષ હતા. વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા પત્રકાર અભિષેક ઉપાધ્યાય સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ પોસ્ટને શેર કરી. તેમણે જણાવ્યું કે વાયરલ ઈન્ટરવ્યુ ચાર વર્ષ જૂનો છે. સર્ચ દરમિયાન અમને મનોજ તિવારીનો તાજેતરનો ઈન્ટરવ્યુ મળ્યો, જે અભિષેક ઉપાધ્યાયે 19 મે 2024ના રોજ લીધો હતો . તપાસના અંતે ચાર વર્ષ જુના ઈન્ટરવ્યુનો એક એડિટેડ ભાગને વાયરલ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. જાણવા મળ્યું કે એક્સ હેન્ડલ અશોક કુમાર પાંડે લેખક છે. તેમણે આ હેન્ડલ મે 2009માં બનાવ્યું હતું. મળતી માહિતી મુજબ, અશોક કુમાર પાંડે નવી દિલ્હીમાં રહે છે. તેમના બે લાખથી વધુ ફોલોઅર્સ છે. निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે મનોજ તિવારીના ચાર વર્ષ પહેલાંના ઇન્ટરવ્યુમાંથી એક ભાગ કાપીને તેમાં ખોટું મ્યુઝિક ઉમેરીને ભ્રામક રીતે વાયરલ કરવામાં આવી રહ્યો છે. - Claim Review : મોદીજીની અસર તિવારીજી પર પડી છે કે ઈમોશનલ એક્ટિંગ બંનેએ એક જગ્યાએથી જ શીખી છે? - Claimed By : એક્સ યૂઝર અશોક કુમાર પાંડે - Fact Check : Misleading Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software