About: http://data.cimple.eu/claim-review/74eec93311eb1c0e57da5c98617a87390a3279b945655a8a4616b7f3     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: પૂરના ધસમસતા પાણીમાં તણાઈ રહેલી કારનો વાયરલ વીડિયો કર્ણાટકનો નહીં, નિકારાગુઆનો છે વિશ્વાસ ન્યૂઝની તપાસમાં દાવો ખોટો નિકળ્યો. વાસ્તવમાં આ વીડિયો કર્ણાટકનો નહીં, પરંતુ મધ્ય અમેરિકન દેશ નિકારાગુઆનો છે. - By: Pallavi Mishra - Published: Jul 15, 2023 at 12:10 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) : બિપરજોય વાવાઝોડાના દસ્તકની વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક કારને પૂરમાં ડૂબતી જોઈ શકાય છે. સોશિયલ મીડિયાના જુદા જુદા પ્લેટફોર્મ પર કેટલાક યુઝર્સ આ વીડિયોને કર્ણાટકના દાંડેલીનો જણાવીને વાયરલ કરી રહ્યા છે. કેટલાક યુઝર્સ તેને બિપરજોય સાથે જોડીને વાયરલ કરી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો નકલી હોવાનું સાબિત થયું. વાસ્તવમાં આ વીડિયો ભારતનો નહીં, પરંતુ મધ્ય અમેરિકી દેશ નિકારાગુઆનો છે. શું છે વાયરલ પોસ્ટમાં? ‘S Jana‘ નામના ફેસબુક યુઝરે વાયરલ વીડિયોને શેર કરતા લખ્યું છે, “આ હુબલી ધારવાડની પાસે દાંડેલી કર્ણાટક છે. ઘણીવાર વધારે આત્મવિશ્વાસની ભારે કિંમત ચૂકવવી પડે છે.” આ પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે. તપાસ વીડિયોની તપાસ માટે અમે આ વીડિયોના સ્ક્રીનગ્રેબ્સને Google રિવર્સ ઈમેજ પર કીવર્ડ્સ સાથે સર્ચ કર્યા. અમને આ વીડિયો 100 NOTICIAS NICARAGUA નામની યુટ્યુબ ચેનલ પર 29 મે, 2023ના રોજ અપલોડ થયેલો મળ્યો. 100 NOTICIAS NICARAGUA એ મધ્ય અમેરિકન દેશ નિકારાગુઆની એક જાણીતી ન્યૂઝ ચેનલ છે. વીડિયોની સાથે આપવામાં આવેલા ડિસ્ક્રિપ્શન મુજબ, આ નિકારાગુઆના એક શહેર વેરાક્રુઝની ઘટના છે. અહીંથી ક્લૂ લઈને જ્યારે અમે એડવાન્સ કીવર્ડ સર્ચ કર્યું,ત્યારે અમને આ મામલે એક સમાચાર નિકારાગુઆના એક ન્યૂઝ પોર્ટલ, sott.net પર મળ્યા. 29 મે, 2023ના રોજ પ્રકાશિત સમાચાર મુજબ, આ ઘટના વેરાક્રુઝની છે, જે મધ્ય અમેરિકન દેશ નિકારાગુઆનું એક શહેર છે. આ મામલે કેટલાક ફોલોઅપ રિપોર્ટ્સ પણ અમને મળ્યા, જે મુજબ કારમાં સવાર વ્યક્તિનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું. અમે આ મામલે એશિયાનેટના કર્ણાટક સ્થિત સિનિયર એસોસિયેટ એડિટર નિરૂપમા સાથે વાત કરી. નિરુપમાએ જણાવ્યું કે, વાયરલ વીડિયો કર્ણાટકનો નથી. ચક્રવાતી તોફાન બિપરજોય વિશે વધુ જાણકારીઓ દૈનિક જાગરણના આ સમાચારમાં વાંચી શકાય છે. આ પોસ્ટને સોશિયલ મીડિયા પર S Jana નામના એક ફેસબુક યુઝરે શેર કરી હતી. સોશિયલ સ્કેનીંગથી જાણવા મળ્યું કે યુઝર કર્ણાટકનો રહેવાસી છે. ચક્રવાતી તૂફાન બિપરજોય પર વિશ્વાસ ન્યૂઝે આ પહેલા પણ ઘણી ફેક્ટ ચેક કરી છે. તેને અહીં વાંચી શકાય છે. निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં દાવો ખોટો નિકળ્યો. વાસ્તવમાં આ વીડિયો કર્ણાટકનો નહીં, પરંતુ મધ્ય અમેરિકન દેશ નિકારાગુઆનો છે. - Claim Review : આ હુબલી ધારવાડ પાસે દાંડેલી કર્ણાટક છે. કેટલીક વખત વધાર પડતા આત્મવિશ્વાસની મોટી કિંમત ચૂકવવી પડે છે. - Claimed By : Facebook user -S Jana - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software