About: http://data.cimple.eu/claim-review/7e64d7a3ea81322b2febb7b19c50652890f87eab0228c5f061792ee2     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check : ભાજપ સાંસદની છબી ખરાબ કરવા પાકિસ્તાનના વીડિયોનો ઉપયોગ કરવામાં આવતા ચકચાર જ્યારે આ વીડિયોની સત્યતા તપાસવામાં આવી ત્યારે તેની સચ્ચાઈ કઈંક બીજી જ સામે આવી. કારણ કે આ વાયરલ વીડિયો પાકિસ્તાનનો છે. તેનો ભાજપ સાંસદ સાથે કોઈ સંબંધ નથી. - By: Ashish Maharishi - Published: Sep 4, 2022 at 02:04 PM - Updated: Sep 4, 2022 at 06:07 PM નવી દિલ્લી: સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વ્યક્તિને એક મહિલા સાથે ડાન્સ કરતો બતાવવામાં આવી રહ્યો છે. સોશિયલ મીડિયા યૂઝર્સ દાવો કરી રહ્યા છે કે, વીડિયોમાં જોવા મળતા વ્યક્તિ રાજસ્થાનના જાલોરના બીજેપી સાંસદ દેવજી પટેલ છે. જ્યારે આ વીડિયોની સત્યતા તપાસવામાં આવી ત્યારે તેની સચ્ચાઈ કઈંક બીજી જ સામે આવી. કારણ કે આ વાયરલ વીડિયો પાકિસ્તાનનો છે. તેનો ભાજપ સાંસદ સાથે કોઈ સંબંધ નથી. કેમ થઈ રહ્યો છે વીડિયો વાયરલ ફેસબૂક યૂઝર ‘અખિલેશ યાદવ કે દિવાને’ એ એક વીડિયો શેર કરીને દાવો કર્યો, રાજસ્થાનના બીજેપી જાલોર લોકસભા વિસ્તારના સાંસદ દેવજી પટેલ છે. જુઓ હવે મોંઘવારી,બેરોજગારી, સરકારી નોકરી મળે ના મળે. મોંઘવારી ચરમસીમા પર છે, બેરોજગારી વધી રહી છે, ભાજપા કહી રહી છે. સહુનો સાથ સહુનો વિકાસ પરંતુ, હવે આને શું કહેવું. વીડિયોની ઉપર લખવામાં આવ્યું છે કે રાજસ્થાનના બીજેપી સાંસદ દેવજી પાર્ટીને મજબૂત કરી રહ્યા છે. ફેક્ટ ચેકના ઉદેશ્યથી પોસ્ટના કેન્ટેટને અહીં જેવું છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને બીજા યૂઝર્સ પણ અત્યારનો માનીને વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઈવ વર્ઝનને અહીં જોઈ શકાય છે. તપાસ હવે વિશ્વાસ ન્યૂઝ દ્વારા આ સમાચારની તપાસ માટે ગૂગલ સર્ચ દ્વારા કરવામાં આવ્યું. સૌથી પહેલા સંબંધિત વીડિયો સાથે જોડાયેલ કિવર્ડના આધારે સર્ચ કરવામાં આવ્યું. અમને સીબીસી ન્યૂઝ રાજસ્થાનના યૂટ્યૂબ ચેનલ પર એક સમાચાર મળ્યા. 26 જૂન 2022ના અપલોડ આ સમાચારમાં જણાવવામા આવ્યું કે, એક વ્યક્તિએ ભાજપ સાંસદની છબી ખરાબ કરવા માટે આ વીડિયો ક્લિપ વાયરલ કરી છે. ફરિયાદ બાદ તે વ્યક્તિની અટકાયત કરી લેવામાં આવી છે. આ વ્યક્તિનું નામ ભીખા રામ છે. હવે તે તપાસ કરવાની હતી કે આ વીડિયો ક્યાનો છે. હવે તેના માટે ગૂગલ રિવર્સ ઈમેજ ટૂલનો ઉપયોગ કરવામાં આવ્યો. વીડિયોમાં કીફ્રેમ્સ કાઢીને રિવર્સ ઈમેજ ટૂલમાં સર્ચ કરવામા આવ્યું. અમને એક ફેસબુક પેજ પર આ વીડિયો મળ્યો. 13 ફેબ્રુઆરી 2020ના રોજ પાકિસ્તાનના ‘Human Rights Media Network’ નામના ફેસબૂક પેજે આ વીડિયો શેર કરતા દાવો કર્યો હતો કે, આ વાયરલ વીડિયો પાકિસ્તાનના જાણીતી આંખના નિષ્ણાત ડો. જફર ઈકબાલનો છે. સંબંધિત વીડિયોને અહીં જુઓ. તપાસની બીજા તબક્કામાં જાલોર પોલીસના સોશિયલ મીડિયા એકાઉન્ટની તપાસ કરવામાં આવી. 27 જૂનના રોજ જાલોર પોલીસના ટ્વિટર હેન્ડલ પર જણાવવામાં આવ્યું કે, ચિતલવાલા પોલીસ સ્ટેશન દ્વારા સાંસદ વિરુદ્ધ આપત્તિજનક ટિપ્પણી સોશિયલ મીડિયા પર વાયરલ કરનાર બે વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે. વિશ્વાસ ન્યૂઝે તપાસનો દોર આગળ વધારતા સાંસદ દેવજી પટેલનો સંપર્ક કર્યો. તેમના તરફથી જણાવવામાં આવ્યું કે, તેમની સામે ષડયંત્ર રચવા માટે આ વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. આ સંપૂર્ણ રીતે ખોટો છે. તપાસ આગળ વધારતા દૈનિક જાગરણ,રાજસ્થાનના વરિષ્ઠ પત્રકાર નરેન્દ્ર શર્માનો સંપર્ક કરવામાં આવ્યો. તેમની સાથે વાયરસ પોસ્ટને શેર કરવામાં આવી. તેમણે પણ આને ફેક ગણાવ્યો. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાલોરના ભાજપ સાંસદનો વીડિયો ફેક સાબિત થો છે. પાકિસ્તાનના જૂના વીડિયોનો ઉપયોગ ભાજપ સાંસદની છબી ખરાબ કરવા માટે કરવામાં આવ્યો. निष्कर्ष: જ્યારે આ વીડિયોની સત્યતા તપાસવામાં આવી ત્યારે તેની સચ્ચાઈ કઈંક બીજી જ સામે આવી. કારણ કે આ વાયરલ વીડિયો પાકિસ્તાનનો છે. તેનો ભાજપ સાંસદ સાથે કોઈ સંબંધ નથી. - Claim Review : રાજસ્થાનના બીજેપી જાલોર લોકસભા વિસ્તારના સાંસદ દેવજી પટેલ છે. જુઓ હવે મોંઘવારી,બેરોજગારી, સરકારી નોકરી મળે ના મળે. મોંઘવારી ચરમસીમા પર છે, બેરોજગારી વધી રહી છે, ભાજપા કહી રહી છે. સહુનો સાથ સહુનો વિકાસ પરંતુ, હવે આને શું કહેવું - Claimed By : અખિલેશ યાદવ કે દિવાને - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software