About: http://data.cimple.eu/claim-review/8ac66c799b394a17568a7d619cdb3be3ca550514d80242dac2ce7872     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: રોહિત શર્મા અને વિરાટ કોહલીએ નથી આપ્યું પાકિસ્તાનમાં ચેમ્પિયન્સ ટ્રોફી રમવાને લઈને આ નિવેદન, વાયરલ દાવા ફેક આગામી વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાને લઈને રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામે વાયરલ થઈ રહેલા નિવેદનો ખોટા છે. તેમણે આવું કોઈ નિવેદન આપ્યું નથી. - By: Sharad Prakash Asthana - Published: Jul 22, 2024 at 01:21 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) ચેમ્પિયન્સ ટ્રોફીનું આયોજન આવતા વર્ષે પાકિસ્તાનમાં થવાનું છે. ભારતીય ટીમના પાકિસ્તાન રમવા જવા અંગે હજુ સુધી BCCIએ કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર રોહિત શર્મા અને વિરાટ કોહલીને લઈને અલગ-અલગ પોસ્ટ વાયરલ થઈ રહી છે. તેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ કહ્યું છે કે તેમને પાકિસ્તાન જઈને ચેમ્પિયન્સ ટ્રોફી રમવામાં કોઈ વાંધો નથી. વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. ભારતીય ક્રિકેટ ટીમના પાકિસ્તાન જવા અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં આવી નથી. BCCIએ હજુ આ અંગે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી. શું છે વાયરલ પોસ્ટમાં? ફેસબુક યુઝર Gajab Cricket (આર્કાઇવ લિંક)એ 15 જુલાઈના રોજ એક ગ્રાફિક પોસ્ટ કરતા લખ્યું કે, ”વિરાટ કોહલીએ કહ્યું કે મને પાકિસ્તાન જઈને ચેમ્પિયન ટ્રોફી રમવામાં કોઈ જ વાંધો નથી, તેઓ પણ અમારા ભાઈ જેવા જ છે.” એવી જ રીતે ફેસબુક યુઝર Raheesh Khan (આર્કાઇવ લિંક)એ પણ રોહિત શર્માના નામે આવો જ દાવો કર્યો છે. તપાસ વાયરલ દાવાઓને તપાસ કરવા માટે અમે કીવર્ડ દ્વારા આ અંગે ગૂગલ પર સર્ચ કર્યું, પરંતુ અમને એવો કોઈ મીડિયા રિપોર્ટ મળ્યો નહીં. જો રોહિત શર્મા કે વિરાટ કોહલીએ ચેમ્પિયન્સ ટ્રોફીને લઈને આવું કોઈ નિવેદન આપ્યું હોત તો તે મીડિયામાં જરુર આવ્યું હોત. વિરાટ કોહલી અને રોહિત શર્માના એક્સ હેન્ડલ પર પણ આવી કોઈ પોસ્ટ કરવામાં આવી નથી, જેનાથી વાયરલ દાવાની પુષ્ટિ થઈ શકે. વિરાટ કોહલી અને રોહિત શર્માના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પણ આવી કોઈ પોસ્ટ કરવામાં આવી નથી. આ અંગે દૈનિક જાગરણના સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠીનું કહેવું છે કે રોહિત શર્મા અને વિરાટ કોહલીએ આવું કોઈ નિવેદન આપ્યું નથી. News24 Sports યુટ્યુબ ચેનલ પર 11 જુલાઈના રોજ પૂર્વ પાકિસ્તાની ક્રિકેટર શાહિદ આફ્રિદીનો ઈન્ટરવ્યુ અપલોડ કરવામાં આવ્યો છે. આમાં તેઓ કહી રહ્યા છે કે તેઓ ભારતીય ટીમનું સ્વાગત કરે છે. તેમણે કહ્યું કે વિરાટ કોહલીને પાકિસ્તાનમાં લોકો ખૂબ પસંદ કરે છે. 13 જુલાઈના રોજ ધ પ્રિન્ટમાં છપાયેલા સમાચાર અનુસાર, BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું છે કે બોર્ડે હજુ સુધી ભારતીય ટીમના પાકિસ્તાન જવા અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી. તેમણે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-પાકિસ્તાનની મેચને તટસ્થ સ્થળે યોજવાના માગણીના દાવાને પણ ફગાવી દીધો હતો. PCBએ ચેમ્પિયન્સ ટ્રોફી માટે ICC સામે 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધીની તારીખોનો પ્રસ્તાવ મૂક્યો છે. આ અંગે અંતિમ નિર્ણય ICC લેશે. ટુર્નામેન્ટમાં અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઈંગ્લેન્ડ, ભારત, ન્યુઝીલેન્ડ, પાકિસ્તાન અને દક્ષિણ આફ્રિકા સામેલ થશે. ખોટો દાવો કરનાર ફેસબુક યુઝરની પ્રોફાઈલને અમે સ્કેન કરી. યુઝરના લગભગ 2600 ફોલોઅર્સ છે. निष्कर्ष: આગામી વર્ષે પાકિસ્તાનમાં યોજાનારી ચેમ્પિયન્સ ટ્રોફી ટૂર્નામેન્ટ માટે પાકિસ્તાન જવાને લઈને રોહિત શર્મા અને વિરાટ કોહલીના નામે વાયરલ થઈ રહેલા નિવેદનો ખોટા છે. તેમણે આવું કોઈ નિવેદન આપ્યું નથી. - Claim Review : રોહિત શર્મા અને વિરાટ કોહલીએ કહ્યું છે કે તેમને પાકિસ્તાન જઈને ચેમ્પિયન્સ ટ્રોફી રમવામાં કોઈ સમસ્યા નથી. - Claimed By : FB User- Gajab Cricket - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software