About: http://data.cimple.eu/claim-review/93a338c0061fa5eeab21abe9f7873d391bdc182ccb5cd68960631f28     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: AIMIM અસદુદ્દીન ઓવૈસીની એડિટેડ તસવીર વાયરલ અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે વાયરલ તસવીર એડિટેડ છે. વાસ્તવમાં ઓવૈસીએ બાબા સાહેબ આંબેડકરની તસવીર પકડી હતી. - By: Pallavi Mishra - Published: May 22, 2024 at 12:32 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી હાથમાં ભગવાન શ્રી રામની તસવીરને જોઈ શકાય છે. પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીર અસલી છે અને આ તસવીરના બહાને તેમના પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. વિશ્વાસ ન્યૂઝે આ પોસ્ટની તપાસ કરી અને જાણવા મળ્યું કે દાવો ખોટો છે. આ તસવીર એડિટેડ છે. વાસ્તવમાં ઓવૈસીએ બાબા સાહેબ આંબેડકરની તસવીર પકડી હતી. શું છે વાયરલ પોસ્ટમાં? આ વાયરલ પોસ્ટને Abhay Singh Rajput (Archive) નામના યુઝરે 14 મેના રોજ શેર કરી છે. વાયરલ પોસ્ટમાં ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીને કેટલાક લોકોની સાથે ઊભેલા જોઈ શકાય છે. આ તસવીરમાં તેમણે હાથમાં ભગવાન રામની તસવીર પકડી છે. પોસ્ટની સાથે ડિસ્ક્રિપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “જબ લગતા હૈ કી ફટ જાએગી તો અચ્છે અચ્છે લાઈન પર આ જાતે હૈ.” તપાસ આ તસવીર એકવાર પહેલા પણ વાયરલ થઈ ચૂકી છે. તે સમયે પણ વિશ્વાસ ન્યૂઝે આ પોસ્ટની તપાસ કરી હતી. તે સમયે તપાસ કરવા માટે અમે આ તસવીરને ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચ કરી હતી અને અમને આ તસવીર અસદુદ્દીન ઓવૈસીના વેરિફાઈડ ફેસબુક એકાઉન્ટ પર મળી હતી. પરંતુ આ તસવીરમાં ઓવૈસીએ ભગવાન શ્રી રામની નહીં પણ બાબા સાહેબ આંબેડકરની તસવીર પકડી હતી. આ પોસ્ટમાં લખ્યું કે છે, ”Dalits from Mochi Colony met #AIMIM President Barrister Asaduddin Owaisi at AIMIM party headquarters #Darussalam & thanked him for taking development activities in their area (Ramnaspura div Bahadurpura Constituency).” ભાષાંતરઃ મોચી કોલોનીના દલિતોએ #AIMIM પાર્ટી હેડક્વાર્ટર દારૂસ્સલામમાં AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સાથે મુલાકાત કરી અને તેમના ક્ષેત્રમાં વિકાસ પ્રવૃતિઓ માટે તેમનો આભાર માન્યો.” આ પોસ્ટ 7 એપ્રિલ, 2018ના રોજ અસદુદ્દીન ઓવૈસીના વેરિફાઈડ ફેસબુક એકાઉન્ટ પરથી પોસ્ટ કરવામાં આવી હતી. બંને તસવીરોમાં અંતર નીચે અપાયેલા કોલાજમાં જોઈ શકાય છે. તે સમયે અમે ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસલમીનના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી સાથે ફોન પર વાત પણ કરી હતી અને તેમણે અમને કહ્યું હતું કે આ તસવીર એડિટેડ છે. અમે ઓવૈસીના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પણ સર્ચ કર્યા. ભગવાન રામની તસવીર સાથે અહીં ક્યાંય પણ તેમની તસવીર નહોતી. આ પોસ્ટને અભય સિંહ રાજપૂત નામના ફેસબુક પેજ દ્વારા શેર કરવામાં આવી હતી. આ યુઝરના લગભગ 6000 ફોલોઅર્સ છે. निष्कर्ष: અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે વાયરલ તસવીર એડિટેડ છે. વાસ્તવમાં ઓવૈસીએ બાબા સાહેબ આંબેડકરની તસવીર પકડી હતી. - Claim Review : ઓવૈસીના હાથમાં ભગવાન રામની તસ્વીર - Claimed By : Abhay Singh Rajput - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software