About: http://data.cimple.eu/claim-review/951eb8d738f93b946ae3bda1a96734109b1395b6bd9917bc39e6bb8f     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: રાની મુખર્જી અને તેમની દીકરીના નામે વાયરલ આ તસવીર એડિટેડ છે વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ તસવીર રાની મુખર્જી અને તેમની દીકરીની નહીં, પરંતુ ટોલીવુડ અભિનેત્રી મીના અને તેમની દીકરી નૈનીખાની છે. - By: Pallavi Mishra - Published: Feb 29, 2024 at 03:56 PM - Updated: Feb 29, 2024 at 04:03 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં બોલિવૂડ અભિનેત્રી રાની મુખર્જીને એક છોકરીની સાથે જોઈ શકાય છે. પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આ તસવીર રાની મુખર્જી અને તેમની દીકરી અદિરાની છે. વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ તસવીર રાની મુખર્જી અને તેમની દીકરીની નહીં, પરંતુ ટોલીવુડ અભિનેત્રી મીના અને તેમની દીકરી નૈનીખાની છે. વાયરલ તસવીરમાં મીનાની તસવીરને એડિટ કરીને તેમના ચહેરા પર રાની મુખર્જીનો ચહેરો લગાવી દેવામાં આવ્યો છે. શું થઈ રહ્યું છે વાયરલ? ફેસબુક યૂઝર ‘Bollywood Post’ એ 19 ફેબ્રુઆરીના રોજ વાયરલ તસવીરને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, ” કેટલી ક્યૂટ લાગે છે રાની મુખર્જીની દીકરી અદિરા, અદિરાએ ગયા મહિને તેનો નવમો જન્મદિવસ ઉજવ્યો છે. પોસ્ટની આર્કાઈવ લિંકને અહીં જુઓ. તપાસ વાયરલ તસવીરની સત્યતા જાણવા માટે અમે આ તસવીરને ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કરી. અમને આ તસવીર Kollywood Times નામના ટ્વિટર હેન્ડલ પર 6 સપ્ટેમ્બર, 2017ના રોજ અપલોડ થયેલી મળી. પરંતુ આ તસવીરમાં મહિલા રાની મુખર્જી નહીં, પરંતુ દક્ષિણ ભારતીય ફિલ્મ અભિનેત્રી મીના હતી. આ પોસ્ટના કેપ્શનમાં લખ્યું હતું “#Theri Girl #Nainikha celebrating #Onam with her Mom Yesteryear Actress #Meena” અમને આ જ તસવીર Galatta Media નામના ટ્વિટર એકાઉન્ટ પર 5 સપ્ટેમ્બર 2017ના રોજ મળી, અહીં પણ ચહેરો અભિનેત્રી મીનાનો હતો. કેપ્શન મુજબ, તસવીરમાં મીના અને તેમની દીકરી છે. અભિનેત્રી મીના અને તેમની પુત્રીની આ તસવીર Woodsdeck.com નામની વેબસાઇટ પર પણ 7 મે 2018ના રોજ અપલોડ મળી. વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા મુંબઈમાં બોલિવૂડને કવર કરનાર દૈનિક જાગરણના વરિષ્ઠ પત્રકાર સ્મિતા શ્રીવાસ્તવ સાથે સંપર્ક કર્યો. તેમણે વાયરલ પોસ્ટને ફેક ગણાવી અને કહ્યું કે તસવીર અભિનેત્રી રાની મુખર્જી અને તેમની પુત્રીની નહીં પરંતુ મીના અને તેમની દીકરીની છે, છેલ્લે અમે ફોટાને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર ‘Bollywood Post’ને ફેસબુક પર 10 હજારથી વધુ લોકો ફોલો કરે છે. निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ તસવીર રાની મુખર્જી અને તેમની દીકરીની નહીં, પરંતુ ટોલીવુડ અભિનેત્રી મીના અને તેમની દીકરી નૈનીખાની છે. - Claim Review : રાની મુખર્જી અને તેમની પુત્રી અદીરા - Claimed By : ફેસબુક યુઝર ‘Bollywood Post’ - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software