About: http://data.cimple.eu/claim-review/96f631330fad747ab4930d28dfd5a36aa9a87d26066dfacb55352ec4     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Last Updated on April 28, 2024 by Team THIP સારાંશ એક સોશિયલ મીડિયા પોસ્ટ સૂચવે છે કેળા ખૂબ જ સ્વાદિષ્ટ છે અને તે શરીર માટે ઘણી રીતે ફાયદાકારક છે. એ જ રીતે, કેળાના ફૂલમાં પણ ઔષધીય ગુણધર્મો છે. અમે આ દાવાઓનું મૂલ્યાંકન કર્યું. અમારા તારણો દર્શાવે છે કે આ દાવો માત્ર અડધો સાચો છે. દાવો એક લેખ એવો દાવો કરે છે કે કેળાના ફૂલ એનિમિયાને મટાડી શકે છે. લેખ કહે છે, “કેળાના ફૂલમાં છુપાયા છે સ્વાસ્થ્યના રાજ, લોહીની કમી કરશે દૂર.” ફેકટ ચેક શું કેળાના ફૂલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે? હા. કેળાના ફૂલોને ઘણીવાર કેળાના હૃદય તરીકે ઓળખવામાં આવે છે. આ ક્રિસ્પ, ખોખલું અથવા સ્વાદમાં સ્ટાર્ચયુક્ત હોઈ શકે છે. પુરાવા જણાવે છે કે આ અપવાદરૂપે પૌષ્ટિક ખાદ્ય ફૂલો છે. અને તેમાં ફાઈબર, કાર્બોહાઈડ્રેટ્સ, પ્રોટીન, મિનરલ્સ, વિટામીન A, E અને C તેમજ એન્ટીઓક્સીડેન્ટ્સ વધારે હોય છે. તેમના ગુણધર્મોને કારણે, તેનો ઉપયોગ બ્રોન્કાઇટિસ, અલ્સર અને કબજિયાતની સારવાર માટે થઈ શકે છે. આ ઉપરાંત, તેઓ લોહીમાં ખાંડના સ્તરને ઘટાડવામાં અને હિમોગ્લોબિનના સ્તરને વધારવામાં મદદરૂપ થઇ શકે છે. તે માસિક પ્રવાહમાં ઘટાડો, સ્નાયુમાં ખેંચાણ, હાડકાના સ્વાસ્થ્યમાં પણ મદદ કરે છે અને સ્તનપાન કરાવતી માતાઓમાં દૂધના પુરવઠામાં પણ મદદ કરે છે. એ પણ છે કે આ ઓછા ખર્ચમાં મળતી કૃષિ આડપેદાશ છે. અને વિવિધ પ્રકારની કિચન પ્રોડક્ટ તેમજ નિર્જલીકૃત પાવડર બનાવવા માટે કાર્યરત થઈ શકે છે. શું કેળાના ફૂલો એનિમિયાના ઉપચારમાં ફાળો આપી શકે છે? હા. આ એક અસરકારક ખોરાક છે જેનાથી ઔષધીય તેમજ પોષકીય બંને લાભ મળે છે. કેળાના ફૂલોમાં મેક્રો અને માઈક્રો બંને ઘટકો વધુ હોય છે. આ ખાદ્ય વનસ્પતિ ઘટક આયર્નનો સમૃદ્ધ સ્ત્રોત છે. આ ઉપરાંત, એવા પુરાવા છે કે કેળાના ફૂલની તૈયારીમાં આયર્ન સામગ્રી વ્યક્તિની દૈનિક આયર્નની જરૂરિયાત પૂરી પાડી શકે છે. આમ, કેળાના ફૂલોમાં જે આયર્ન છે તે શરીરની આયર્નની જરૂરિયાત પૂરી કરી શકે છે. એનિમિયાના લક્ષણોને દૂર કરવામાં આ એક મહત્વપૂર્ણ યોગદાન છે. જેમાં મુખ્યત્વે થાક, અનિયમિત ધબકારા, નિસ્તેજ ત્વચા વગેરેનો સમાવેશ થાય છે. આમ, કેળાના ફૂલનું સતત અને સંતુલિત સેવન લાલ રક્તકણોના ઉત્પાદનને ઉત્તેજિત કરે છે. પરિણામે, આયર્નની ઉણપ ધરાવતા એનિમિયાથી પીડિત લોકોને આ અવિશ્વસનીય રીતે ફાયદાકારક થઇ શકે છે. શું કેળાના ફૂલો એનિમિયાની સંપૂર્ણ સારવાર કરી શકે છે? આ વાત પુરેપુરી સાચી નથી. એનિમિયા એક પ્રકારની લોહીની સ્થિતિ છે. આયર્નની ઉણપ, ઘાતક, એપ્લાસ્ટીક અને હેમોલિટીક એનિમિયા તેના કેટલાક સ્વરૂપો છે. આ ઉપરાંત, તેમાંના કેટલાક ઓછા હાનિકારક હોઈ શકે છે, પરંતુ બીજા ગંભીર અથવા જીવલેણ પણ હોઈ શકે છે. એનિમિયાના આ અલગ અલગ પ્રકારો અલગ અલગ જોખમી કારણો સાથે સંકળાયેલા છે. આમ, એનિમિયાના ઉપચારમાં લાલ રક્તકણોમાં વધારો, લક્ષણોમાં રાહત, એનિમિયાની ગૂંચવણો ઘટાડવી અને આ રીતે જીવનની એકંદર ગુણવત્તા વધારવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સામાન્ય એનિમિયાની સારવારમાં આહારમાં ફેરફાર અને જરૂરી વિટામિન્સ, મિનરલ્સ દ્વારા કરી શકાય છે. બીજી તરફ, ગંભીર એનિમિયાની સારવાર દવાઓ, લોહી ચઢાવીને અને અમુક કિસ્સાઓમાં પેથોલોજીના ઉપયોગથી પણ કરવામાં આવે છે. આમ, કેળાના ફૂલો આયર્નની ઉણપથી થતા હળવા એનિમિયાના લક્ષણોમાં મદદ કરી શકે છે. જો કે, એવા કોઈ પુરાવા નથી કે એકલા કેળાના ફૂલો ગંભીર અથવા જીવલેણ એનિમિયાના કેસોમાં મદદરૂપ થાય છે. કેમ માત્ર પોષણ પર આધાર રાખવો એ એનિમિયા માટે જોખમી છે? ત્રણ મુખ્ય પદ્ધતિઓ એનિમિયામાં ફાળો આપે છે. આમાં RBC વિકસાવવામાં નિષ્ફળતા, RBCનો વધુ પડતું ધોવાણ અને લોહીની ઘટનો સમાવેશ થાય છે. પોષણની ઉણપને કારણે થતો એનિમિયા એ વિશ્વભરમાં એનિમિયાનું મુખ્ય કારણ છે. આ છુપી બિમારીઓ હેઠળ રહે છે અને સંભવતઃ વારસાગત સમસ્યાઓ છે. એનિમિયા મેનેજમેન્ટ માત્ર પોષણ પૂરતું મર્યાદિત નથી, તેમાં આહારમાં ફેરફાર સાથે મેડીકલ મેનેજમેન્ટનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તે સ્વીકારવું મહત્વપૂર્ણ છે કે પોષક આહારથી જો આ લક્ષણો દુર નથી થતા તો ફીઝીશ્યનની મુલાકાત લેવી જરૂરી છે.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software