About: http://data.cimple.eu/claim-review/9cfbc296d79c3f735f617bccbd1cbf4e0d5a57593d798a333e102a60     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check : બગદાદમાં વર્ષ 2007માં થયેલ ઘટનાના વીડિયોને પુલવામા હુમલાનો કહીને કરવામાં આવી રહ્યો છે શેર - By: Pragya Shukla - Published: Feb 8, 2023 at 09:09 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): ચાર વર્ષ પહેલા પુલવામા હુમલામાં દેશના 40 જવાનો શહીદ થઈ ગયા હતા. આ હુમલા સાથે જોડાયેલ એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં હાઈવે પર કારમાં વિસ્ફોટ થતો જોઈ શકાય છે. આ વીડિયોને પુલવામા હુમલાનો કહીને શેર કરવામાં આવી રહ્યો છે. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ફેક સાબિત થયો. વાયરલ વીડિયોને પુલવામા હુમલા સાથે કોઈ સંબંધ નથી. વાયરલ વીડિયો વર્ષ 2007માં બગદાદમાં થયેલ એક ઘટનાનો છે, જેને ખોટા દાવાની સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. શું થઈ રહ્યું છે વાયરલ? ઈન્સ્ટાગ્રામ યૂઝર રેસર સાગરે વાયરલ વીડિયોને 1 ફેબ્રુઆરી 2023ના રોજ શેર કર્યો છે. વીડિયો પર લખેલું છે, વિચાર્યું સાચા પ્રેમને યાદ કરાવી આપું. 14 ફેબ્રુઆરી પુલવામા હુમલામાં શહીદ થયેલજવાનોને સત સત નમન. પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ લખવામાં આવ્યું છે. આ પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ. બીજા યુઝર્સ પણ આ દાવો સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યા છે. તપાસ વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોની તપાસ માટે સૌથી પહેલા ઇનવિડ ટૂલની મદદથી વાયરલ ઘણા ગ્રૈબ કાઢ્યા. પછી તેને ગૂગલ લેન્સ ટૂલની મદદથી સર્ચ કર્યું. આ દરમિયાન અમને આ વીડિયો 1291Helvetia નામની એક YouTube ચેનલ પર અપલોડ થયેલો મળ્યો. વીડિયોને 6 માર્ચ 2008ના રોજ શેર કરવામાં આવ્યો હતો. ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવેલી માહિતી અનુસાર, વીડિયો ઈરાકમાં થયેલ એક ઘટનાનો છે. પ્રાપ્ત માહિતીના આધારે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને આ વીડિયો એક અન્ય યુટ્યુબ ચેનલ brian spalding નામની ચેનલ પર મળ્યો . વીડિયોને 9 ડિસેમ્બર 2008ના રોજ શેર કરવામાં આવ્યો છે. આપવામાં આવેલી માહિતી મુજબ, આ વીડિયો 2 સપ્ટેમ્બર 2007ના રોજ બગદાદના કેમ્પ તાજીમાં બનેલી ઘટનાનો છે. તપાસને આગળ વધારતા અમે Google પર સંબંધિત ઘટના સાથે જોડાયેલ મીડિયા રિપોર્ટ્સ સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને આ ઘટના સાથે જોડાયેલો એક રિર્પોટ Mcclatchydc નામની એક વેબસાઇટ પર મળ્યો. રિર્પોટને 2 સપ્ટેમ્બર 2007ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિપોર્ટના અનુસાર બગદાદના કેમ્પ તાજીમાં એક બ્લાસ્ટ થયો હતો, જેમાં 2 લોકોએ જીવ ગુમાવ્યા હતા, જ્યારે 8 લોકો ઘાયલ થયા હતા. Military.com એ પણ આ વીડિયો 1 નવેમ્બર 2007ના રોજ શેર કર્યો હતો. વાયરલ વીડિયો અમને યુએસ ટુડેના એક રિર્પોટમાં પણ પ્રકાશિત થયેલો મળ્યો. તપાસ દરમિયાન અમને ઈન્ડિયન એક્સપ્રેસમાં 17 ફેબ્રુઆરી 2019ના રોજ પ્રકાશિત થયેલો એક રિર્પોટ મળ્યો. રિપોર્ટના અનુસાર, “પુલવામા હુમલાની પહેલા શ્રીનગર-પુલવામા હાઈવે પર સીસીટીવી કેમેરા હાજર ન હતા. આવી સ્થિતિમાં પુલવામા હુમલા સાથે જોડાયેલ કોઈ વીડિયોનું મળવું ખોટું છે.” અમારી અત્યાર સુધીની તપાસ એ સાબિત થાય છે કે આ વીડિયો ઘણો જૂનો છે અને તેને ભારત સાથે કોઈ સંબંધ નથી. વધુ જાણકારી માટે અમે આર્મી પીઆરઓ સુધીર ચમોલીનો સંપર્ક કર્યો. તેમણે તેને ફેક ગણાવ્યો. તપાસના આગામી તબક્કામાં ફેક મેસેજ કરનાર યુઝર રેસર સાગરની તપાસ કરવામાં આવી હતી. યુઝરને લગભગ 1700 લોકો ઈન્સ્ટાગ્રામ પર ફોલો કરે છે. નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોનો પુલવામા હુમલા સાથે કોઈ સંબંધ નથી. વાયરલ વીડિયો વર્ષ 2007માં બગદાદમાં થયેલ એક ઘટનાનો છે, જેને ખોટા દાવાની સાથે સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. - Claim Review : પુલાવામા હુમલાનો વીડિયો - Claimed By : રેસર સાગર - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software