schema:text
| - જાણો ઈઝરાયેલે લેબેનોન પર કરેલા હવાઈ હુમલાના નામે વાયરલ થઈ રહેલા ફોટોનું શું છે સત્ય...
તાજેતરમાં સોશિયલ મીડિયા પર મિસાઈલ હુમલાનો એક ફોટો વાયરલ થઈ રહ્યો છે. જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈઝરાયેલ અને લેબેનોન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈઝરાયેલે લેબેનોન પર હવાઈ હુમલો કર્યો તેનો આ ફોટો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મિસાઈલ હુમલાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2023 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
શું દાવો કરવામાં આવી રહ્યો છે.?
એક ફેસબુક યુઝર દ્વારા 21 સપ્ટેમ્બર, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, 🟧લેબનોન પર ઈઝરાયેલનો હવાઈ હુમલો 🟧અત્યાર સુધીમાં 8 વ્યક્તિના મોત અને 59 વ્યક્તિ ઘાયલ. આ ફોટો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, તાજેતરમાં ઈઝરાયેલ અને લેબેનોન વચ્ચે ચાલી રહેલા યુદ્ધમાં ઈઝરાયેલે લેબેનોન પર હવાઈ હુમલો કર્યો તેનો આ ફોટો છે.
FACT CHECK
ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા ફોટોને ધ્યાનથી જોયા બાદ ગુગલ રિવર્સ ઈમેજનો સહારો લઈને સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ ફોટો સાથેના સમાચાર siasat.com દ્વારા 15 ઓક્ટોમ્બર, 2023 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.
આજ ફોટો સાથેના અન્ય અહેવાલ પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. shreenews.in | janmabhumi.in | india.com
અમારી વધુ તપાસમાં અમને એક ક્રોએશિયન વેબસાઈટ દ્વારા પણ 12 ઓક્ટોમ્બર, 2023 ના રોજ આજ ફોટો સાથે સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા.
પરિણામ
આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો અને પાયાવિહોણો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં મિસાઈલ હુમલાનો જે ફોટો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો નહીં પરંતુ વર્ષ 2023 થી સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ છે. આ ફોટોને હાલની પરિસ્થિતિ સાથે કોઈ જ સંબંધ નથી. આ ફોટોને સોશિયલ મીડિયા પર ખોટી માહિતી સાથે લોકોને ગેરમાર્ગે દોરવા વાયરલ કરવામાં આવી રહ્યો છે.
(જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
Sources
siasat.com
https://www.siasat.com/2-israeli-security-officers-of-indian-origin-killed-in-hamas-attack-official-sources-2722697/
shreenews.in
https://shreenews.in/?p=148675
janmabhumi.in
https://janmabhumi.in/2023/10/16/3123124/news/world/lebanon-missile-attack-on-israel-behind-hezbollah/
india.com
https://www.india.com/hindi-news/gallery-hindi/israel-hamas-conflict-war-capabilities-of-israel-hamas-and-hizbullah-6411805/israel-missile-attack/
hercegovina.info
https://www.hercegovina.info/vijesti/svijet/gaza-je-odsjecena-od-svijeta-odakle-hamasu-toliko-oruzja/217948/
|