About: http://data.cimple.eu/claim-review/a51baf30fd6ee14795a85c9aea877bb5df64f671b003843e33bdaf7c     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: જય શાહ અને ઉર્વશી રૌતેલાના ભાઈની તસવીર પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફ કમર જાવેદ બાજવાના પુત્રની સાથે જોડીને વાયરલ વાયરલ તસવીર જય શાહ અને ઉર્વશી રૌતેલાના ભાઈ યશરાજની છે. તેનો પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફ કમર જાવેદ બાજવાના પુત્ર સાથે કોઈ સંબંધ નથી. - By: Sharad Prakash Asthana - Published: Jun 5, 2024 at 01:13 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) લોકસભા ચૂંટણી 2024 દરમિયાન સોશિયલ મીડિયા પર ગૃહમંત્રી અમિત શાહના પુત્ર અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહની એક તસવીર વાયરલ થઈ રહી છે. આમાં તેઓ બોલિવૂડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા અને એક યુવક સાથે ઉભા છે. યુઝર્સ તેને શેર કરી દાવો કરી રહ્યા છે કે તસવીરમાં જય શાહ અને પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફ કમર જાવેદ બાજવાનો પુત્ર દેખાઈ રહ્યો છે. તેના દ્વારા યુઝર્સ અમિત શાહ પર નિશાન સાધી રહ્યા છે. વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ તસવીરમાં જય શાહની સાથે ઉર્વશી રૌતેલાનો ભાઈ યશરાજ રૌતેલા છે. આ તસવીર એશિયા કપમાં ભારત-પાકિસ્તાન મેચ વખત છે. તેનો પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફ કમર જાવેદ બાજવાના પુત્ર સાથે કોઈ સંબંધ નથી. શું છે વાયરલ પોસ્ટમાં? ફેસબુક યુઝર Bilal Khanએ 28 મેના રોજ તસવીર (આર્કાઇવ લિંક)ને શેર કરી અને લખ્યું, ”આ ખાસ ફોટો ચૂંટણી દરમિયાન દેશમાં ચર્ચાનો વિષય બન્યો છે. પાકિસ્તાન વિરુદ્ધ ચૂંટણી દરમિયાન ખરાબ બોલનાર ગૃહમંત્રી અમિત શાહના પુત્ર જય શાહ અને પાકિસ્તાની આર્મી ચીફ કમર જાવિદ બાજવાના પુત્ર દુબઈમાં એક સાથે ફોટોશૂટ કરાવી રહ્યા છે અને અહીં અમિત શાહ હિન્દુ-મુસ્લિમનો ખેલ રમી રહ્યા છે. જનતાને મોદી અને અમિત શાહ મૂર્ખ બનાવે છે.” એક્સ યૂઝર Lautan Ram Nishad (આર્કાઇવ લિંક) એ પણ વાયરલ તસવીરે આ જ દાવાની સાથે પોસ્ટ કરી છે. તપાસ વાયરલ તસવીરને અમે ગૂગલ રિવર્સ ઈમેજની મદદથી સર્ચ કરી. જય ટીવી નામની વેબસાઈટ પર 1 સપ્ટેમ્બર 2022ના આ તસવીરને એક સમાચારમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમાં લખ્યું છે કે બોલિવુડ અભિનેત્રી ઉર્વશી રૌતેલા ભારત-પાકિસ્તાન એશિયા કપ મેચમાં હાજર રહી. તે અમિત શાહના પુત્ર જય શાહની સાથે મેચ જોતા જોવા મળ્યા. તેના ભાઈ યશરાજ રૌતેલા અને જય શાહની સાથે અભિનેત્રીની તસવીરો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહી છે. 30 ઓગસ્ટ, 2022ના રોજ બોલિવૂડ ગલિયારા નામના ફેસબુક યુઝરે પણ આ તસવીરને પોસ્ટ (આર્કાઇવ લિંક) કરતા તેને જય શાહ, યશરાજ અને ઉર્વશીની જણાવી હતી. આ મુજબ તસવીર એશિયા કપ 2022 દરમિયાન ભારત-પાકિસ્તાન મેચની છે. AsliUrvashians નામના ફેસબુક યુઝરે પણ આ તસવીરને જય શાહ અને યશરાજ રૌતેલાની જણાવતા 29 ઓગસ્ટ 2022ના રોજ પોસ્ટ (આર્કાઇવ લિંક) કર્યો. teamurvashirautelaofficial નામના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા આ તસવીરને 29 ઓગસ્ટ 2022ની પોસ્ટ (આર્કાઇવ લિંક) કરવામાં આવી છે. તેમાં પણ તેને જય શાહ અને યશરાજ રૌતેલાનો ફોટો જણાવવામાં આવ્યો છે. યશરાજ અને વાયરલ તસવીરને અહીં જોઈ શકાય છે. આ પહેલા પણ આ તસવીર આવા જ દાવાની સાથે વાયરલ થઈ ચૂકી છે. વિશ્વાસ ન્યૂઝે તે સમયે ઉર્વશીના પીઆર સાથે સંપર્ક કર્યો હતો. તેમણે આ તસવીરમાં જય શાહની સાથે યશરાજ હોવાની પુષ્ટિ કરી હતી. તસવીરને ખોટા દાવાની સાથે શેર કરનાર ફેસબુક યુઝરની પ્રોફાઈલને અને સ્કેન કરી. ફૈઝાબાદમાં રહેતા યુઝરને 688 લોકો ફોલો કરે છે. निष्कर्ष: વાયરલ તસવીર જય શાહ અને ઉર્વશી રૌતેલાના ભાઈ યશરાજની છે. તેનો પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફ કમર જાવેદ બાજવાના પુત્ર સાથે કોઈ સંબંધ નથી. - Claim Review : તસવીરમાં જય શાહ અને પાકિસ્તાનના પૂર્વ આર્મી ચીફ કમર જાવેદ બાજવાના પુત્ર દેખાઈ રહ્યો છે. - Claimed By : FB User- Bilal Khan - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software