About: http://data.cimple.eu/claim-review/a915f3455430ca83d5a629654a626a21729878e0a620d59acb8b6cc8     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: પીએમ મોદી અને અસદુદ્દીન ઓવૈસીની વાયરલ તસવીર એડિટેડ છે પીએમ મોદી અને અસદુદ્દીન ઓવૈસીની બે તસવીરોને એડિટ કરીને મર્જ કરવામાં આવી છે. વાયરલ તસવીર એડિટેડ છે. - By: Sharad Prakash Asthana - Published: Oct 10, 2023 at 12:54 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) લોકસભા ચૂંટણી 2024 પહેલા સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસલમીન (AIMIM)ના રાષ્ટ્રીય અધ્યક્ષ અને હૈદરાબાદના સાંસદ અસદુદ્દીન ઓવૈસીની એક કથિત તસવીર શેર કરવામાં આવી રહી છે. જેમાં પીએમ મોદી અને અસદુદ્દીન ઓવૈસી એકબીજા સાથે વાતચીત કરતા જોવા મળી રહ્યા છે. તેમની સાથે અન્ય એક વ્યક્તિ ત્યાં બેઠેલી છે. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ તસવીર એડિટેડ નીકળી. વાસ્તવમાં આ તસવીરને બે તસવીરોને મર્જ કરીને બનાવવામાં આવી છે. પીએમ મોદી અને કેનેડાના નેતા એન્ડ્ર્યુ શીરની તસવીર અને ઓવૈસી તથા એઆઈએમઆઈએમ (AIMIM) નેતાની તસવીરને એડિટ કરીને વાયરલ તસવીર બનાવવામાં આવી છે. આ મામલે પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. શું છે વાયરલ પોસ્ટમાં? વિશ્વાસ ન્યૂઝના વોટ્સએપ ટીપલાઈન નંબર +91 9599299372 પર યુઝર્સે આ તસવીરને મોકલીને તેની સત્યતા જણાવવાની વિનંતી કરી છે. બ્લુ ટિકવાળા X (અગાઉ ટ્વીટર) યુઝર ‘ફરહાન આઝમી’એ 22 સપ્ટેમ્બરે આ તસવીરને શેર કરતા લખ્યું, ‘ભાઈ ભાઈ’ ફેસબુક યુઝર ‘મહેશ કુમાર’ (આર્કાઇવ લિંક)એ પણ 1 ઓક્ટોબરે તસવીરને શેર કરતા લખ્યું છે, “આગામી ચૂંટણીની તૈયારી માટે ઓવૈસીજીને ટ્રેનિંગ આપતા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી, દેશના યુવાનોએ થોડું સાવધાન રહેવું, સત્તા માટે કંઈપણ થઈ શકે છે.” તપાસ વાયરલ તસવીરની તપાસ માટે અમે સૌથી પહેલા તેને ગૂગલ લેન્સની મદદથી સર્ચ કરી. ઈન્સ્ટાગ્રામ યુઝર akbar_uddin_owaisi_official (આર્કાઇવ લિંક)એ 27 સપ્ટેમ્બરે આ તસવીરને એડિટેડ જણાવી છે. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે વાયરલ તસવીરને AIMIMના વડા અને સાંસદ અસદુદ્દીન ઓવૈસી અને ઔરંગાબાદના સાંસદ ઈમ્તિયાઝ જલીલના ફોટા સાથે છેડછાડ કરીને બનાવવામાં આવી છે. આ મામલે પાર્ટીના ઈરફાન ખાને ફરિયાદ નોંધાવી છે. AIMIMના નેતા અને કારવાંના ધારાસભ્ય કૌસર મોહિઉદ્દીન (આર્કાઇવ લિંક)ના સત્તાવાર ફેસબુક પેજ પર પણ 27 સપ્ટેમ્બરે પોસ્ટ કરાયેલ આ ફોટોને ફેક ગણાવવામાં આવ્યો છે. ત્યાર બાદ અમે akbar_uddin_owaisi_official યુઝર દ્વારા શેર કરવામાં આવેલી તસવીરો વિશે જાણવા માટે તેને Google લેન્સની મદદથી અલગ-અલગ સર્ચ કરી. PM મોદીની તસવીર અમને તેમના વેરિફાઈડ X હેન્ડલ પર મળી. તેને 9 ઓક્ટોબર 2018ના રોજ પોસ્ટ કરવામાં આવી છે. તેમાં લખ્યું છે, “કેનેડાના વિપક્ષના નેતા એન્ડ્ર્યુ શીર સાથે મુલાકાત કરીને આનંદ થયો. મુલાકાત દરમિયાન ભારત-કેનેડાના મજબૂત સંબંધોના મહત્વ પર ભાર આપવામાં આવ્યો” આ પછી અમે ઓવૈસીની તસવીરને ગૂગલ લેન્સની મદદથી સર્ચ કરી તો તેના જેવી જ તસવીર અમને શરીક નક્સબંદી નામના ઈન્સ્ટાગ્રામ યુઝરના પ્રોફાઈલ પર મળી. બાયો મુજબ, શરીક નક્સબંદી AIMIM ઔરંગાબાદના શહેર પ્રમુખ છે. ફોટાની સાથે કેપ્શન લખ્યું છે- અસદુદ્દીન ઓવૈસી અને ઈમ્તિયાઝ જલીલની સાથે કેટલીક પળો. પીએમ મોદી અને ઓવૈસીની બંને તસવીરોને એડિટિંગ ટૂલની મદદથી એડિટ કરીને મર્જ કરી દેવામાં આવી છે. આમાં અને વાયરલ તસવીરમાં ઓવૈસી અને ઈમ્તિયાઝ જલીલના કપડાં અને સોફાનો રંગ એક સરખો છે. નીચે આપેલ કોલાજમાં તફાવત સ્પષ્ટપણે જોઈ શકાય છે. આ અંગે અમે પોલીસ ફરિયાદ નોંધાવનાર AIMIM સાથે જોડાયેલા ઈરફાન ખાન સાથે વાત કરી. તેમનું કહેવું છે, “વાયરલ ફોટો એડિટેડ છે. આ મામલે મેં લગભગ એક અઠવાડિયા પહેલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે કેસ નોંધી લીધો છે. અસલી તસવીર ઓવૈસી અને ઈમ્તિયાઝ જલીલની સાથે મહારાષ્ટ્રના એક કાર્યકરની છે. આ તમામ તસવીરો અમારા કાર્યાલયમાં રાખેલી છે.” તેમજ ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા વિજય સોનકર શાસ્ત્રીએ કહ્યું છે કે, “જોતા જ સ્પષ્ટ થઈ જાય છે કે આ ફોટોશોપ ઇમેજ છે. તેને છબી ખરાબ કરવાના હેતુથી વાયરલ કરવામાં આવી રહી છે.” અંતે અમે એડિટેડ ફોટો શેર કરનાર યુઝરની પ્રોફાઇલને સ્કેન કરી. યુઝર એક રાજકીય પક્ષ સાથે જોડાયેલો છે અને તેના 6 હજારથી વધુ ફોલોઅર્સ છે. - Claim Review : પીએમ મોદી અને અસદુદ્દીન ઓવૈસીની એકબીજા સાથે વાતચીત કરતી તસવીર. - Claimed By : X User- Farhan Azmi - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 10 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software