About: http://data.cimple.eu/claim-review/aad9e7c68d381234ed402ece4e06bab835490162e57e354d6657b95c     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: દૌસામાં સચિન પાયલટના સ્વાગતનો નહીં, મહારાષ્ટ્રના CM શિંદેના કાફલાનો છે આ વીડિયો વિશ્વાસ ન્યૂઝની તપાસમાં સચિન પાયલટના સ્વાગતના નામે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો નિકળ્યો. વાયરલ વીડિયોનો રાજસ્થાનની ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી. વાસ્તવમાં આ વીડિયો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના કાફલાનો છે. સીએમ શિંદે એક યોજનાને લૉન્ચ કરવા માટે તેમના ગૃહ જિલ્લા સતારા ગયા હતા. તે સમયે બુલડોઝરની મદદથી તેમના કાફલા પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. - By: Pragya Shukla - Published: Nov 24, 2023 at 11:51 AM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) રાજસ્થાનમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં મતદાન પહેલા તમામ રાજકીય પક્ષો રેલીઓ અને રોડ શૉ કરી રહ્યા છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક કાફલા પર બુલડોઝરનો ઉપયોગ કરીને ફૂલોની વર્ષા કરવામાં આવી રહી છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે સચિન પાયલટનો કાફલો દૌસાથી પસાર થઈ રહ્યો હતો. ત્યાં લોકોએ બુલડોઝરની મદદથી તેમના કાફલા પર ફૂલોની વર્ષા કરી હતી. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો નીકળ્યો. વાયરલ વીડિયોનો રાજસ્થાનની ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી. વાસ્તવમાં આ વીડિયો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના કાફલાનો છે. સીએમ શિંદે એક યોજનાને લૉન્ચ કરવા માટે તેમના ગૃહ જિલ્લા સતારા ગયા હતા. તે સમયે બુલડોઝરની મદદથી તેમના કાફલા પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. શું થઈ રહ્યું છે વાયરલ? ફેસબુક યુઝર ‘સચિન પાયલટ ફેન’એ વાયરલ વીડિયોને શેર કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે, “સચિન પાયલટજી પર દૌસામાં જેસીબીથી ફૂલોની વર્ષા કરવામાં આવી.” પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ. તપાસ વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કર્યું. અમને વાયરલ વીડિયોનું લાંબુ વર્ઝન ન્યૂઝ 18 લોકમતની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ થયેલું મળ્યું. વીડિયોને 13 મે 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વીડિયો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના કાફલાનો છે. પ્રાપ્ત માહિતીના આધારે અમે એકવાર ફરી અન્ય કીવર્ડ્સની મદદથી ગૂગલ પર સર્ચ કર્યું. અમને દાવા સાથે સંબંધિત રિપોર્ટ મરાઠી ન્યૂઝ વેબસાઈટ લોકસત્તાની વેબસાઈટ પર મળ્યો. રિર્પોટને 13 મે 2023ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. રિર્પોટ મુજબ, મુખ્યમંત્રી એકનાથ શિંદે તેમના ગૃહ જિલ્લા સતારા ગયા હતા, ત્યાં લોકોએ તેમનું સ્વાગત અનોખી રીતે બુલડોઝરથી ફૂલોની વર્ષા કરીને કર્યું હતું. અન્ય ન્યૂઝ રિર્પોટને અહીં જોઈ શકો છો. વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોને લઈને મહારાષ્ટ્રના વર્ધા મીડિયા ઈન્ડિયાના ડેપ્યુટી લીડ એડિટર મંજરી ફડનીસ સાથે વાત કરી. તેમનું કહેવું છે, “વાયરલ વીડિયોને લઈને સોશિયલ મીડિયા પર કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વીડિયો મહારાષ્ટ્રના સીએમ શિંદેના કાફલાનો છે અને લગભગ છ મહિના જૂનો છે. જ્યારે તેઓ એક યોજનાને લોન્ચ કરવા માટે સતારા પહોંચ્યા હતા. ત્યાંના લોકોએ તેમનું સ્વાગત ખૂબ જ અનોખા અંદાજમાં કર્યું હતું. તે દરમિયાન આ વીડિયો ઘણો વાયરલ થયો હતો.” વિશ્વાસ ન્યૂઝે પહેલા પણ આ વીડિયોની તપાસ કરી છે, ત્યારે આ વીડિયો એલ્વિશ યાદવના નામે વાયરલ થયો હતો. તેને તમે અહીં જોઈ શકો છો. અંતે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. પેજને 167 લોકો ફોલો કરે છે. પેજ પર સચિન પાયલટને લગતી પોસ્ટ હાજર છે. निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં સચિન પાયલટના સ્વાગતના નામે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો નિકળ્યો. વાયરલ વીડિયોનો રાજસ્થાનની ચૂંટણી સાથે કોઈ સંબંધ નથી. વાસ્તવમાં આ વીડિયો મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદેના કાફલાનો છે. સીએમ શિંદે એક યોજનાને લૉન્ચ કરવા માટે તેમના ગૃહ જિલ્લા સતારા ગયા હતા. તે સમયે બુલડોઝરની મદદથી તેમના કાફલા પર ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. - Claim Review : સચિન પાયલટ પર દૌસામાં જેસીબીથી ફૂલોની વર્ષા કરવામાં આવી હતી. - Claimed By : ફેસબુક યુઝર Sachin pilot fans - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software