About: http://data.cimple.eu/claim-review/ae008e19f9fb4104e42d232e160ac4243e8ef976fd95c4dbc058e717     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check : Flipkart નથી આપી રહ્યું 599 રૂપિયામાં સ્માર્ટફોન, વાયરલ લિંક ફેક વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ફ્લિપકાર્ટના નામે વાયરલ થઈ રહેલી લિંક ફેક છે. લોકોને છેતરવા માટે વાયરલ લિંકને શેર કરવામાં આવી રહી છે. - By: Pallavi Mishra - Published: Jul 11, 2024 at 06:03 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક લિંકને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે શોપિંગ વેબસાઈટ ફ્લિપકાર્ટ એક ઓફર હેઠળ માત્ર 499 અને 599 રૂપિયામાં સ્માર્ટફોન આપી રહી છે. પોસ્ટમાં કહેવામાં આવી રહ્યું છે કે નીચે આપેલી લિંક પર ક્લિક કરીને ફોન ખરીદી શકાય છે. વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ થઈ રહેલી લિંક ફ્લિપકાર્ટની વેબસાઈટની નથી. એક્સપર્ટ્સ આવી અજાણી લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપે છે. શું થઈ રહ્યું છે વાયરલ? ફેસબુક યુઝર Xenia Socratousએ 29 જૂન 2024ના રોજ વાયરલ પોસ્ટને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે ”Open Box Delivery માત્ર 499 રૂપિયામાં મેળવો મોબાઈલ ફોન! ઓફર લિમિટેડ સમય સુધી” યુઝરનું ડિસ્પ્લે પિક્ચર ફ્લિપકાર્ટનો લોગો છે. સાથે જ પોસ્ટ કરવામાં આવેલા ગ્રાફિકમાં લખેલું હતું કે ”Flipkart XCLUSIVE, SMARTPHONE SALE ₹599 ONLY ORDER NOW” સાથે આપવામાં આવેલી લિંક છે- “FLIIPKAART.LIVE” પોસ્ટની આર્કાઇવલ લિંકને અહીં જુઓ. તપાસ વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે લિંકના URLને ધ્યાનથી જોયું. અમને જાણવા મળ્યું કે તેના URLમાં Flipkart.live લખેલું છે, અહીં Flipkartનો સ્પેલિંગ પણ ખોટો હતો. ફ્લિપકાર્ટની અસલી વેબસાઈટની લિંક flipkart.com છે. અમને શંકા હતી કે આ ઓફર ફેક હોઈ શકે છે. અમે ફ્લિપકાર્ટની સત્તાવાર વેબસાઈટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ સર્ચ કર્યા. ફ્લિપકાર્ટે તેના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર એક પોસ્ટ જાહેર કરીને આવા ઠગોથી સાવધાન રહેવા જણાવ્યું છે. અમને ફ્લિપકાર્ટની સત્તાવાર વેબસાઈટ પર આવી કોઈ ઑફર મળી નથી. વેબસાઈટ પર સૌથી સસ્તો સ્માર્ટફોન પણ 3000 રૂપિયાથી વધુનો છે. વાયરલ લિંકના ડોમેન વિશે જાણવા માટે અમે Who is.comની મદદ લીધી. અમે વેબસાઈટ પર વાયરલ લિંક મૂકી. પ્રાપ્ત માહિતી અનુસાર, વાયરલ વેબસાઈટને 24 જૂન, 2024ના રોજ રજિસ્ટર કરવામાં આવી છે. આ વેબસાઈટનું લોકેશન યુએએસએ જણાવાયું છે. વધુ જાણકારી માટે અમે ફ્લિપકાર્ટના કસ્ટમર કેર સાથે સંપર્ક કર્યો. એક્ઝિક્યુટિવ પ્રીતિ જુનેજાએ અમને કહ્યું કે વાયરલ દાવો ખોટો છે, તેના પર વિશ્વાસ ન કરો. ફ્લિપકાર્ટની સત્તાવાર વેબસાઈટ flipkart.com છે. અંતે અમે ખોટા દાવા સાથે પોસ્ટ શેર કરનારા યુઝરનું સોશિયલ સ્કેનિંગ કર્યું. યુઝર આવી જ પોસ્ટ શેર કરે છે. યુઝરના લગભગ 2600 ફોલોઅર્સ છે. निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ફ્લિપકાર્ટના નામે વાયરલ થઈ રહેલી લિંક ફેક છે. લોકોને છેતરવા માટે વાયરલ લિંકને શેર કરવામાં આવી રહી છે. - Claim Review : ₹499માં મેળવો મોબાઈલ ફોન! - Claimed By : ફેસબુક યુઝર Xenia Socratous - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software