Fact Check
ગોપાલ ઈટાલીયાની ફેસબુક પોસ્ટને એડિટ કરીને ભ્રામક લખાણ સાથે કરવામાં આવી વાયરલ
આવનાર ગુજરાત વિધાનસભા ચૂંટણીની તારીખો જાહેર થતા તમામ પાર્ટી પોતાના દાવેદારોના નામની યાદી બનાવવામાં લાગી ગયા છે. હાલ =માં આમ આદમી પાર્ટી દ્વારા ગુજરાતમાં મુખ્યમંત્રી ચહેરા તરીકે ઈસુદાન ગઢવીનું નામ જાહેર કર્યું છે. જો..કે સોશ્યલ મીડિયા પર આ જાહેરાત બાદ ગુજરાત આપ અધ્યક્ષ ગોપાલ ઈટાલીયા અને અન્ય મુખ્યમંત્રી ચહેરાના દાવેદારો અંગે અનેક કટાક્ષ કરતી પોસ્ટ શેર થઈ રહી છે.
ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી ચહેરા તરીકે જાહેરાત કરતા સાથે સોશ્યલ મીડિયા પર પર ગોપાલ ઈટાલીયા દ્વારા ફેસબુક પર શેર કરવામાં આવેલ એક પોસ્ટનો સ્ક્રીન શોટ શેર થઈ રહ્યો છે. આ સ્ક્રીન શોટમાં ગોપાલ ઇટાલિયા દ્વારા કહેવામાં આવ્યું છે કે “હું પાટીદાર ચુ એટલે અરવિંદ કેજરીવાલે મને મુખ્યમંત્રીનો ઉમેદવાર ના બનાવ્યો, કેજરીવાલ ફક્ત પાટીદારો વોટ જ લેવા માંગે છે.“
આ પણ વાંચો : મોરબી કેબલ બ્રિજ તૂટવાની ઘટનાથી લઈને ઇમરાન ખાનને ગોળી વાગી હોવાની ખબરો સાથે જોડાયેલ ભ્રામક અફવાઓ
Fact Check / Verification
ગોપાલ ઇટાલિયાના ફેસબુક પોસ્ટના વાયરલ સ્ક્રીન શોટને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા ફેસબુક પર ઈટાલીયાના ઓફિશ્યલ પેજ પરથી 1 નવેમ્બરના એક પ્રેસ કોન્ફરન્સનો વિડીયો શેર કરવામાં આવેલ છે. ઈટાલીયાની ફેસબુક પોસ્ટ “AAP ગુજરાત પ્રદેશ પ્રમુખશ્રી ગોપાલ ઇટાલિયાની મહત્વપૂર્ણ પત્રકાર પરિષદ” ટાઇટલ સાથે જોવા મળે છે. અહીંયા પાટીદાર સમાજ અંગે કથિત લખાણ પણ જોવા મળતું નથી.
વાયરલ સ્ક્રીન શોટ અને ગોપાલ ઈટાલીયાની પ્રેસ કોન્ફરન્સના સ્ક્રીન શોટની સરખામણી કરતા જોઈ શકાય છે કે બન્ને તસ્વીર એક સમાન છે.
Conclusion
ઈસુદાન ગઢવીને મુખ્યમંત્રી ચહેરા તરીકે જાહેરાત કરતા સાથે સોશ્યલ મીડિયા પર પર ગોપાલ ઈટાલીયા દ્વારા ફેસબુક પર શેર કરવામાં આવેલ એક પોસ્ટનો સ્ક્રીન શોટને એડિટ કરીને ભ્રામક લખાણ લખવામાં આવ્યું હતું. ગોપાલ ઈટાલીયા દ્વારા ગુજરાત વિધાનસભા ચૂંટણીના સંદર્ભમાં આ પ્રકારે કોઈપણ ટ્વીટ શેર કરવામાં આવી નથી.
Result : Altered Image
Our Source
Facebook Post Of Gopal Italia, on 1 NOV 2022
Self Analysis
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044