About: http://data.cimple.eu/claim-review/c9616db2fd840026bf006398960177977fe09da705e1b163eb51d999     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • જાણો ઈઝરાયલ દ્વારા આતંકીના મૃતદેહમાં બોમ્બ લગાવ્યો હોવાના નામે વાયરલ વીડિયોનું શું છે સત્ય... તાજેતરમાં સોશિયલ મીડિયા પર અંતિમયાત્રામાં આવેલી ભીડમાં થયેલા વિસ્ફોટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેની સાથે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ઈઝરાયલ દ્વારા આતંકીના મૃતદેહમાં મૂકવામાં આવેલો ટાઈમ બોમ્બ પેલેસ્ટાઈનમાં ફૂટ્યો તેનો છે. પરંતુ ફેક્ટ ક્રેસેન્ડોની પડતાલમાં આ દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અંતિમયાત્રામાં આવેલી ભીડમાં થયેલા વિસ્ફોટ જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો કે પેલેસ્ટાઈનનો નહીં પરંતુ વર્ષ 2012 માં સીરિયા ખાતે એક અંતિમ સંસ્કાર દરમિયાન થયેલા વિસ્ફોટનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. શું દાવો કરવામાં આવી રહ્યો છે.? એક ફેસબુક યુઝર દ્વારા 30 ઓગસ્ટ, 2024 ના રોજ એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોના શીર્ષકમાં એવું લખવામાં આવ્યું છે કે, ઈઝરાયેલે આતંકવાદીના મૃતદેહમાં ટાઈમ બોમ્બ મૂક્યો અને પેલેસ્ટાઈનીઓને પાછો આપ્યો, પરિણામ તમારી સામે છે. જુઓ વિડિઓ. આ વીડિયો સાથેના લખાણમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ વીડિયો ઈઝરાયલ દ્વારા આતંકીના મૃતદેહમાં મૂકવામાં આવેલો ટાઈમ બોમ્બ પેલેસ્ટાઈનમાં ફૂટ્યો તેનો છે. FACT CHECK ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતાં અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. તપાસની શરૂઆતમાં અમે પોસ્ટમાં મૂકવામાં આવેલા વીડિયોને ધ્યાનથી જોયા બાદ એક સ્ક્રીનશોટ લઈને ગુગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતાં પોસ્ટમાં મૂકવામાં આવેલા આજ વીડિયો સાથેના સમાચાર અમને nbcnews.com દ્વારા 2 જુલાઈ, 2012 ના રોજ પ્રસારિત કરવામાં આવ્યા હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી. જેમાં એવી માહિતી આપવામાં આવી હતી કે, આ વીડિયો સીરિયામાં અંતિમ યાત્રામાં થયેલા વિસ્ફોટનો છે. આજ વીડિયો અને માહિતી સાથેના અન્ય સમાચાર પણ અમને પ્રાપ્ત થયા હતા. જે તમે અહીં જોઈ શકો છો. abc.net.au | aljazeera.net પરિણામ આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો હોવાનું સાબિત થાય છે કારણ કે, પોસ્ટમાં અંતિમયાત્રામાં આવેલી ભીડમાં થયેલા વિસ્ફોટ જે વીડિયો મૂકવામાં આવ્યો છે એ તાજેતરનો કે પેલેસ્ટાઈનનો નહીં પરંતુ વર્ષ 2012 માં સીરિયા ખાતે એક અંતિમ સંસ્કાર દરમિયાન થયેલા વિસ્ફોટનો છે. આ વીડિયોને હાલની પરિસ્થિતિ કે ઈઝરાયલ-પેલેસ્ટાઈન યુદ્ધ સાથે કોઈ જ સંબંધ નથી. લોકોને ગેરમાર્ગે દોરવા માટે વીડિયોને ખોટી માહિતી સાથે સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહ્યો છે. (જો તમારી પાસે પણ સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વીડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો)
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software