About: http://data.cimple.eu/claim-review/ce451725ec9c2f57e91a4e299a3e0b688cbdfcd64ac05db4b9ecb316     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Last Updated on April 28, 2024 by Team THIP સારાંશ એક વેબસાઈટ પર એવો દાવો કરવામાં આવ્યો છે કે “વિટામિન-સીમાં પ્રોજેસ્ટેરોન હોર્મોન સપ્રેસિંગ ગુણધર્મો છે.ગર્ભાવસ્થા જાળવવા માટે પ્રોજેસ્ટેરોન જરૂરી હોવાથી,તે જન્મ નિયંત્રણ તરીકે કાર્ય કરી શકે છે”. અમે હકીકત તપાસી અને આ દાવો મોટાભાગે ખોટો હોવાનું જણાયું. દાવો એક વેબસાઈટ પર એક લેખ કહે છે વિટામીન-Cમાં પ્રોજેસ્ટેરોન હોર્મોનને દબાવવાના ગુણ હોય છે. ગર્ભાવસ્થા જાળવવા માટે પ્રોજેસ્ટેરોન જરૂરી હોવાથી, તે જન્મ રોકવા કામ કરી શકે છે. તથ્ય જાઁચ શું વિટામિન-Cનું સેવન ગર્ભાવસ્થાને અટકાવી શકે છે? ના. વિટામિન-Cનો ઉપયોગ ગર્ભાવસ્થાને રોકવા માટે વિશ્વસનીય નથી. આ દાવાને સમર્થન આપવા માટે પૂરતા વૈજ્ઞાનિક પુરાવાઓનો નથી. ઉલટાનું ગર્ભાવસ્થા દરમિયાન કોષોનું રક્ષણ કરવા અને કોલેજન બનાવવા માટે તેનું સેવન કરવાની ભલામણ કરવામાં આવે છે. કારણ કે, તે કોષોનું રક્ષણ કરે છે અને તેમને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. તે કોલેજન બનાવવા માટે પણ જરૂરી છે, જે બાળકના શરીરનું નિર્માણ કરે છે. વિટામિન-C એ માંસપેશીઓની સામાન્ય વૃદ્ધિ, વિકાસ અને સમારકામ માટે જરૂરી સૂક્ષ્મ પોષકતત્ત્વો છે. મોટી માત્રામાં વિટામિન-C લેવાથી ગર્ભાવસ્થા સમાપ્ત થતી નથી. આ દાવો ઉંદરો પર હાથ ધરવામાં આવેલા એક અભ્યાસમાંથી થયો છે જેમાં વિટામિન-Cના ઉચ્ચ ડોઝ પ્રોજેસ્ટેરોન નામના હોર્મોનના ઉત્પાદનને દબાવી દે છે, જે ગર્ભાવસ્થાના પ્રારંભિક તબક્કામાં ગર્ભાવસ્થા જાળવવા માટે જરૂરી છે. જો કે, સમાન પરિણામો મનુષ્યો પર લાગુ કરી શકાતા નથી કારણ કે ઉંદરો અને મનુષ્યોની જૈવિક પ્રણાલીઓ, રચનાઓ અને કાર્યો અલગ અલગ હોય છે. સંશોધન પર, અમને જાણવા મળ્યું કે વર્ષ 1966માં એક લેખ પ્રકાશિત થયો હતો જે એસ્કોર્બિક એસિડ દ્વારા પ્રેરિત ગર્ભપાતની પદ્ધતિને સમજાવતો હતો. જો કે, લેખ માટેનો આધાર હવે ઉપલબ્ધ નથી. વર્ષ 2016 માં પ્રકાશિત થયેલા એક વધુ તાજેતરના અભ્યાસમાં તારણ કાઢ્યું હતું કે વિટામિન-C મેળવ્યા પછી ગર્ભની ખોટ કે કસુવાવડ થઈ નોહતી. તેથી, એ સાબિત કરવા કે વિટામિન-Cના મોટા ડોઝનો ઉપયોગ ગર્ભનિરોધક તરીકે થઈ શકે છે. તે માટે વધુ અભ્યાસની જરૂર છે. આ ઉપરાંત, મોટી માત્રામાં વિટામિન-C લેવાથી જઠરાંત્રિય લક્ષણો જેમ કે ઝાડા, ઉબકા અને પેટમાં ખેંચાણ થઈ શકે છે. ડાયેટિશિયન કમના ચૌહાણ આ વાતને વધુ સ્પષ્ટતાથી જણાવે છે કે, “ના, કુદરતી ગર્ભનિરોધક તરીકે વિટામિન-Cનો ઉપયોગ કરવો શક્ય નથી કારણ કે આ સાબિત કરવામાં પુરાવાનો અભાવ છે. વિટામિન-C એક સૂક્ષ્મ પોષકતત્ત્વ છે જે હાડકાં અને પેશીઓના વિકાસ અને ઘાના સમારકામમાં મદદ કરે છે. કેટલાક લોકો એવો દાવો કરે છે કે વિટામિન-C લેવાથી ફાયદો થાય છે, પરંતુ તેનો વધુ પડતો ઉપયોગ ઝાડા, પેટમાં દુખાવો અથવા કિડનીમાં પથરીનું જોખમ વધારી શકે છે. વધુમાં, જો તમે 1000mg કરતાં વધુ વિટામિન-Cનો વપરાશ કરો છો, તો તે તમારા એસ્ટ્રોજનના સ્તરને વધારશે, જેના કારણે આડઅસરો થશે. કેટલાક અભ્યાસો જણાવે છે કે ભલામણ કરેલ માત્રા કરતાં વધુ વિટામિન-C લેવાથી કોર્પસ લ્યુટિયમમાંથી સ્ત્રાવ થતા પ્રોજેસ્ટેરોન સાથે ભેગું થશે. જે નુકશાનકારક નીવડી શકે છે. વિટામિન-Cની વધુ માત્રામાં પેશીઓને નુકસાન પહોંચાડતી પ્રો-ઓક્સિડન્ટ અસરો દેખાઈ શકે છે. સલામત વપરાશ માટે વધારેમાં વધારે દરરોજ 2000 મિલિગ્રામ વિટામીન-C લઇ શકાય. સામાન્ય રીતે કઈ ગર્ભનિરોધક પદ્ધતિઓની સલાહ આપવામાં આવે છે? સૌથી સામાન્ય રીતે ભલામણ કરાયેલા ગર્ભનિરોધક વિકલ્પોમાં હોર્મોનલ પદ્ધતિઓ જેમ કે જન્મ નિયંત્રણ ગોળીઓ, પેચ, ઇન્જેક્શન અથવા ઇન્ટ્રાઉટેરિન ડિવાઇસ (IUD) તેમજ કોન્ડોમ, ડાયાફ્રેમ્સ અથવા સર્વાઇકલ કેપ્સ જેવી અવરોધ પદ્ધતિઓનો સમાવેશ થાય છે. ગર્ભનિરોધકની આદર્શ પદ્ધતિ ઘણા પરિબળો પર આધાર રાખે છે, જેમ કે વ્યક્તિગત સ્વાસ્થ્ય સ્થિતિ, ઉંમર, જીવનશૈલી અને વ્યક્તિગત પસંદગીઓ. વ્યક્તિગત જરૂરિયાતો અને તબીબી ઇતિહાસના આધારે ગર્ભનિરોધકની સૌથી યોગ્ય પદ્ધતિ નક્કી કરવા માટે ડૉક્ટરની સલાહ લેવી મહત્વપૂર્ણ છે.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software