About: http://data.cimple.eu/claim-review/d2b115b91cf3be6a668974aa18da8e0da54ba556dc0b0cfd6e2894b6     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check : PM મોદીના શપથ ગ્રહણને નિહાળતા રાહુલ ગાંધીનો વીડિયો ફેક નીકળ્યો વિશ્વાસ ન્યુઝની તપાસમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો વાયરલ થયેલો વીડિયો એડિટેડ હોવાનું સાબિત થયું. અસલી વીડિયોમાં રાહુલ ગાંધી પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહને જોઈ રહ્યા ન હતા. - By: Ashish Maharishi - Published: Jun 20, 2024 at 01:31 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) લોકસભાની ચૂંટણી જીત્યા બાદ નરેન્દ્ર મોદી ફરી એકવાર દેશના વડાપ્રધાન બની ગયા છે. તાજેતરમાં જ રાષ્ટ્રપતિ ભવનમાં હજારોની ભીડ વચ્ચે તેમણે તેમના મંત્રીઓની સાથે શપથ લીધા. હવે આ શપથ ગ્રહણ સમારોહની સાથે જોડીને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં રાહુલ ગાંધીને PM મોદીના શપથ ગ્રહણ સમારોહને નિહાળતા બતાવવામાં આવ્યા છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોની તપાસ કરી. તે ફેક સાબિત થયો. રાહુલ ગાંધીના એક વીડિયોની સાથે છેડછાડ કરીને વાયરલ વીડિયો તૈયાર કરવામાં આવ્યો છે. અમારી તપાસમાં વાયરલ વીડિયો એડિટેડ નીકળ્યો. શું થઈ રહ્યું છે વાયરલ? ફેસબુક યુઝર Ashwani Kumarએ 11 જૂનના રોજ એક વીડિયો અપલોડ કર્યો. જેમાં રાહુલ ગાંધીને પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહને નિહાળતા બતાવવામાં આવ્યા છે. સાથે જ અંગ્રેજીમાં લખ્યું કે ”Meanwhile somewhere on a highway built by Nitin Gadkari with taxpayers’ money #ModiCabinet” વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ તેને શેર કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે. તપાસ વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે સૌથી પહેલા તેની કેટલીક કીફ્રેમ્સ કાઢી. પછી તેને ગૂગલ લેન્સ ટૂલ વડે સર્ચ કર્યું. અમને રાહુલ ગાંધીના ફેસબુક પેજ અને ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર અસલી વીડિયો મળ્યો. અસલી વીડિયોમાં અમને ક્યાંય પણ પીએમ મોદીના શપથ ગ્રહણનો ભાગ જોવા મળ્યો નથી. વીડિયોની ઉપર લખવામાં આવ્યું હતું કે ભારત કી સોચ મેં, ભારત કી ખોજ મેં. આ વીડિયો 17 એપ્રિલ 2024ના રોજ પોસ્ટ કરવામાં આવ્યો હતો. એવી જ રીતે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પણ મળ્યો. તેને પણ રાહુલ ગાંધીના હેન્ડલ પર 17 એપ્રિલ 2024ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન અમારે એ શોધવાનું હતું કે રાહુલ ગાંધીના વાયરલ વીડિયોમાં પીએમ મોદીની જે ક્લિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે ક્યારની છે. ગૂગલ લેન્સ દ્વારા સર્ચ કરતા અમને જાણવા મળ્યું કે વર્ષ 2019માં જ્યારે નરેન્દ્ર મોદીએ બીજી વખત વડાપ્રધાન પદના શપથ લીધા હતા, તે ભાગને રાહુલ ગાંધીના વીડિયોમાં જોડવામાં આવ્યો છે. પીએમ મોદીના શપથનો વીડિયો અમને તેમની યુટ્યુબ ચેનલ પર મળ્યો. તેને 30 મે 2019ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. વિશ્વાસ ન્યૂઝે તપાસના આગલા તબક્કામાં કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના ગિરીશ કુમાર સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ વીડિયોને શેર કર્યો. તેમણે માહિતી આપતાં જણાવ્યું કે વાયરલ વીડિયો એડિટેડ છે. તપાસના અંતિમ તબક્કામાં રાહુલ ગાંધીના ફેક વીડિયોને શેર કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. જાણવા મળ્યું કે યુઝર અશ્વિની કુમાર દિલ્હીમાં રહે છે. निष्कर्ष: વિશ્વાસ ન્યુઝની તપાસમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનો વાયરલ થયેલો વીડિયો એડિટેડ હોવાનું સાબિત થયું. અસલી વીડિયોમાં રાહુલ ગાંધી પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહને જોઈ રહ્યા ન હતા. - Claim Review : રાહુલ ગાંધીએ પીએમ મોદીના શપથ ગ્રહણ સમારોહને નિહાળ્યો. - Claimed By : FB User - Ashwani Kumar - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software