About: http://data.cimple.eu/claim-review/d3e6d0cd6ca3b791ac0f8fedc6f5aeb0a745920991ffaf4d4d236ccf     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: આ તસવીર જમ્મુ નેશનલ હાઈવેની નથી, ફેક દાવો વાયરલ વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ તસવીર વાસ્તવમાં જન્મુ નેશનલ હાઈવે-44ની નહીં, ચીનના ગાંસુ પ્રાંતના વેઇયુઆન-વુડુ એક્સપ્રેસ-વેની છે. - By: Pallavi Mishra - Published: Apr 22, 2024 at 03:49 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર પહાડોની વચ્ચે બનેલા હાઈવેની એક તસવીરને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ જમ્મુ નેશનલ હાઈવે-44ની છે. તસવીર ખૂબ જ આકર્ષક છે, કારણ કે તેમાં પહાડોની વચ્ચે નદીની ઉપર રોડ બનાવવામાં આવ્યો છે. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ તસવીર વાસ્તવમાં જન્મુ નેશનલ હાઈવે-44ની નહીં, ચીનના ગાંસુ પ્રાંતના વેઇયુઆન-વુડુ એક્સપ્રેસ-વેની છે. શું છે વાયરલ પોસ્ટમાં? ફેસબુક પેજ Modi 2.0 ‘Modi 2.0’ એ વાયરલ તસવીરને શેર કરીને લખ્યું છે, ”જમ્મૂ નેશનલ હાઈવે 44ને જોતા તો વિશ્વાસ નથી થતો કે આ આપણા દેશમાં છે.” પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ. તપાસ આ તસવીર એકવાર પહેલા પણ ભ્રામક દાવાની સાથે વાયરલ થઈ ચૂકી છે. ત્યારે પણ વિશ્વાસ ન્યૂઝે તેની તપાસ કરી હતી. તે સમયે વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે તસવીરને ગૂગલ રિવર્સ ઇમેજ દ્વારા સર્ચ કરી હતી. અમને વાયરલ તસવીર Virily.com નામની વેબસાઈટ પર મળી હતી. 2020માં પ્રકાશિત આ રિપોર્ટમાં તસવીરની સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોર (CPEC) હેઠળ બનેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની તસવીર છે, જેને ઉત્તર-પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતમાં બનાવવામાં આવ્યો છે. તે સમયે અમને વાયરલ તસવીર સાથે જોડાયેલા સમાચાર kaxiglobal.comની વેબસાઈટ પર પણ મળ્યા હતા. 27 જુલાઈ 2022ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં વાયરલ તસવીરની સાથે શિર્ષક લખવામાં આવ્યું છે, “ચીનની પાસે હાઈવે વિસ્તરણ માટેની મોટી યોજનાઓ છે.” તેમાં ચીનના વિવિધ એક્સપ્રેસ-વેની તસવીરો પણ હાજર છે. તસવીરના કેપ્શનમાં જણાવવામાં આવ્યું હતું કે, ફોટોમાં જોવા મળી રહેલો રોડ ઉત્તર-પશ્ચિમ ચીનના ગાંસુ પ્રાંતનો વેઇયુઆન-વુડુ એક્સપ્રેસ-વે છે. તપાસને આગળ વધારતા ગૂગલ પર અમે જમ્મુ નેશનલ હાઈવે-44ને લઈને સર્ચ કર્યું. સર્ચમાં અમને ઘણી તસવીરો મળી, પરંતુ વાયરલ પોસ્ટ સંબંધિત કોઈ તસવીર મળી નથી. નેશનલ હાઈવે – 44 ભારતનો સૌથી લાંબો ઉત્તર-દક્ષિણ હાઈવે છે જે શ્રીનગરથી કન્યાકુમારી સુધી 4,112 કિમીની લંબાઇમાં ફેલાયેલો છે. અમે આ બાબતે દૈનિક જાગરણના જમ્મુ બ્યુરો ચીફ નવીન નવાન સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ તસવીર જમ્મુ નેશનલ હાઈવે-44ની નથી. તપાસના અંતે અમે આ પોસ્ટ શેરનાર ફેસબુક પેજ મોદી 2.0નું સોશિયલ સ્કેનિંગ કર્યું. સ્કેનિંગથી અમને જાણવા મળ્યું કે પેજને 30 હજાર લોકો ફોલો કરે છે. निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ તસવીર વાસ્તવમાં જન્મુ નેશનલ હાઈવે-44ની નહીં, ચીનના ગાંસુ પ્રાંતના વેઇયુઆન-વુડુ એક્સપ્રેસ-વેની છે. - Claim Review : આ તસવીર જમ્મુ નેશનલ હાઈવેની છે. - Claimed By : ફેસબુક યુઝર- મોદી 2.0 - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software