About: http://data.cimple.eu/claim-review/d4004d6d787ee5c38c5ee084c3aa7fedbb6a0fc06043b83e52d1c503     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: ઉત્તરાખંડમાં પૂરથી તબાહીના નામે પાકિસ્તાનનો જૂનો વીડિયો વાયરલ વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ વીડિયો પાકિસ્તાનનો સાબિત થયો. બે વર્ષ પહેલા પાકિસ્તાનના સ્વાત વિસ્તારમાં આવેલા પૂરને કારણે ઘણી તબાહી મચી ગઈ હતી. તે સમયના વીડિયોને હવે ભારતનો જણાવીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. - By: Ashish Maharishi - Published: Jul 29, 2024 at 12:03 PM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) દેશના અનેક ભાગોમાં નદીઓનું જળસ્તર વધી ગયું છે. અનેક જગ્યાઓ પર નદીઓએ ભયાનક સ્વરૂપ ધારણ કર્યું છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આમાં એક નદીને વિકરાળ સ્વરૂપમાં વહેતી જોઈ શકાય છે. વીડિયોને ઉત્તરાખંડનો જણાવીને દાવો કરવામાં આવ્યો કે રાજ્યમાં પાણીથી તબાહી મચી ગઈ છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોની તપાસ કરી. જેમાં વાયરલ વીડિયો પાકિસ્તાનનો હોવાનું અને ઘણો જૂનો હોવાનું સામે આવ્યું છે. વર્ષ 2022માં સ્વાત વિસ્તારમાં ભયંકર પૂર આવ્યું હતું. જેના કારણે તબાહીનું દ્રશ્ય જોવા મળ્યું. હવે આ જ ઘટના સાથે જોડાયેલા વીડિયોને કેટલાક લોકો ઉત્તરાખંડનો જણાવીને ભ્રમ ફેલાવી રહ્યા છે. શું થઈ રહ્યું છે વાયરલ? ઈન્સ્ટાગ્રામ હેન્ડલ હરદીપ સિંહે 13 જુલાઈના રોજ એક વીડિયોને પોસ્ટ કરતાં તેને ઉત્તરાખંડનો જણાવતાં લખ્યું કે, “પાણીના કારણે ઉત્તરાખંડમાં તબાહી.” વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે. તપાસ વિશ્વાસ ન્યૂઝે વાયરલ ક્લિપ વિશે શક્ય તેટલી વધુ માહિતી એકત્ર કરવા માટે સૌથી પહેલા ઓનલાઈન ટૂલ્સનો ઉપયોગ કર્યો. તેના કેટલાક સ્ક્રીનશોટ લઈને ગૂગલ લેન્સ દ્વારા સર્ચ કર્યા. અમને Jio TVની વેબસાઈટ પર એક સમાચારમાં વાયરલ ક્લિપનો ભાગ જોવા મળ્યો. આ સમાચારને 27 ઓગસ્ટ 2022ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યા હતા. ઉર્દૂમાં પ્રકાશિત થયેલા આ સમાચારમાં જણાવવામાં આવ્યું કે સ્વાતમાં પૂર અને ભૂસ્ખલનના કારણે અનેક લોકોના જીવ ગયા. મકાનો અને હોટલોને નુકસાન થયું. આ સમાચારને અહીં જોઈ શકાય છે. વિશ્વાસ ન્યૂઝને વાયરલ ક્લિપનો સૌથી જૂનો વીડિયો પાકિસ્તાનના અખબાર એક્સપ્રેસ ટ્રિબ્યુનના ફેસબુક પેજ પર મળ્યો. તેને 26 ઓગસ્ટ 2022ના રોજ અપલોડ કરતા જણાવવામાં આવ્યું કે ખૈબર-પખ્તુનખ્વામાં પૂરની સ્થિતિ છે. ખાસ કરીને સ્વાતના વિસ્તારોમાં વિનાશ સર્જાયો છે. વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતાં પાકિસ્તાની પત્રકાર કાશિફ લતીફ સાથે સંપર્ક કર્યો. તેમણે માહિતી આપતાં વાયરલ વીડિયોને પાકિસ્તાનનો જણાવ્યો. તપાસના અંતે પાકિસ્તાનના જૂના વીડિયોને ભારતનો જણાવીને પોસ્ટ કરનાર ઈન્સ્ટાગ્રામ હેન્ડલ હરદીપ સિંહની તપાસ કરવામાં આવી. જાણવા મળ્યું કે તેમના એકાઉન્ટને 89 હજારથી વધુ લોકો ફોલો કરે છે. નિષ્કર્ષ: निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ વીડિયો પાકિસ્તાનનો સાબિત થયો. બે વર્ષ પહેલા પાકિસ્તાનના સ્વાત વિસ્તારમાં આવેલા પૂરને કારણે ઘણી તબાહી મચી ગઈ હતી. તે સમયના વીડિયોને હવે ભારતનો જણાવીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. - Claim Review : પાણીના કારણે ઉત્તરાખંડમાં તબાહી - Claimed By : IG User - Hardeep Singh - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 10 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software