About: http://data.cimple.eu/claim-review/d6fe188c72cb7a5c21477514df5a70c8b5428d89c0ad81c49568c4d2     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • આરએસએસના સ્થાપકના નામે વાયરલ થઈ રહેલા વીડિયોનું જાણો શું છે સમગ્ર સત્ય... હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. જેમાં ડો. કેશવરામ બલિરામ હેડગેવાર જેવો દેખાતો વ્યક્તિ મંચ પરથી સંબોધન કરતો જોઈ અને સાંભળી શકાય છે. જે ક્લિપને શેર કરીને દાવો કરી રહ્યા છે કે, “આ વીડિયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપક ડો. હેડગેવારના છેલ્લા સંબોધનની વીડિયો ક્લિપ છે.“ શું દાવો કરવામાં આવી રહ્યો છે.? સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તારીખ 21 ઓક્ટોબર 2024ના એક પોસ્ટ શેર કરવામાં આવી હતી. આ પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો હતો કે, “આ વીડિયો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના સ્થાપક ડો. હેડગેવારના છેલ્લા સંબોધનની વીડિયો ક્લિપ છે.” FACT CHECK ઉપરોક્ત પોસ્ટમાં કરવામાં આવેલા દાવાની સત્યતા તપાસવી જરૂરી જણાતા અમે અમારી પડતાલ/તપાસ કાર્યવાહી શરૂ કરી હતી. સૌપ્રથમ અમે ગૂગલ રિવર્સ ઈમેજના માધ્યમથી સર્ચ કરતા અમને અમને આ વીડિયો 'રાકેશ રોશન' નામની યુટ્યુબ ચેનલ પર મળ્યો, જેની સાથે માહિતી આપવામાં આવી હતી કે, RSSના પ્રશિક્ષણ અભિયાનને સંબોધવા માટે ડો. હેડગેવારના છેલ્લા ભાષણ પર આધારિત નાટકના ભાગ રૂપે શેર કરવામાં આવ્યો છે. તેમજ આ નાટકનો અન્ય એક લાંબો વીડિયો પણ યુટ્યુબ પર પ્રાપ્ત થયો હતો. જે વીડિયોમાં દેખાતા વિઝ્યુલ્સમાં પરથઈ સ્પષ્ટપણે અનુભવી શકાય છે કે આ વીડિયો એક નાટકનો ભાગ છે ઓરિજનલ વીડિયો નથી. તેમજ વધુ સર્ચ કરતા અમને જાણવા મળ્યુ હચુ કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, ડૉ. કેશવરામ બલિરામ હેડગેવારે વર્ષ 1925માં નાગપુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની સ્થાપના કરી હતી અને 1940માં તેમનું અવસાન થયું હતું. વાયરલ વિડિયો ક્લિપ એ કલર વિડિયો ક્લિપ છે અને ભારતમાં સૌપ્રથમ કલર ટેલિકાસ્ટ 1982માં શરૂ થયું હતું. પરિણામ આમ, અમારી પડતાલમાં ઉપરોક્ત પોસ્ટ ખોટી સાબિત થાય છે. કારણ કે, RSSના સ્થાપક ડો. કેશવરામ બલિરામ હેડગેવારના છેલ્લા ભાષણ તરીકે શેર કરવામાં આવી રહેલો વીડિયો વાસ્તવમાં તેમના જીવન પર આધારિત નાટકનો ભાગ છે. આ નાટકની ક્લિપને તેમના વાસ્તવિક છેલ્લા વીડિયો તરીકે શેર કરવામાં આવી રહી છે. (જો તમારી પાસે પણ સોશિયલ મિડિયાના માધ્યમથી કોઈ શંકાસ્પદ મેસેજ, પોસ્ટ, ફોટો અને વિડિયો અથવા સમાચાર હોય, તો તેની સત્યતા જાણવા માટે તમે અમને અમારા વોટ્સઅપ ફેક્ટલાઈન નંબર (9049053770) પર મોકલો. અમારા લેટેસ્ટ ફેક્ટ ચેક વાંચવા માટે Facebook, Instagram અને Twitter પર Fact Crescendoને ફોલો કરો.)
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 10 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software