About: http://data.cimple.eu/claim-review/e0ee028a29c8bf352f34ffca80dfbfc3f7bc8276c744a2401ee6d225     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: પીએમ મોદીના વર્ષ 2021ના ભાષણનો એડિટેડ વીડિયો ભ્રામક દાવાની સાથે કરવામાં આવી રહ્યો છે વાયરલ - By: Jyoti Kumari - Published: Apr 17, 2023 at 03:26 PM વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી): વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભાષણની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે. સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર વાયરલ 7 સેકન્ડની આ વીડિયો ક્લિપમાં પીએમ મોદી કથિત રીતે એવું કહેતા જોવા મળે છે કે, ગરીબોને માત્ર સપના દેખાડો. જૂઠું બોલો, તેમને અંદરો અંદર લડાવો અને રાજ કરો. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ આ ક્લિપને શેર કરીને દાવો કરી રહ્યા છે કે પીએમ મોદીએ આ વાત પોતાની પાર્ટી માટે કહી છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ભ્રામક સાબિત થયો. વાયરલ થઈ રહેલી ક્લિપ એડિટેડ છે. આ વીડિયો વર્ષ 2021માં આસામ વિધાનસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન ગોલાઘાટ જિલ્લાના બોકાખાટ ખાતે યોજાયેલી એક રેલીનો છે. જેમાં પીએમ મોદીએ આ બધી વાતો ભાજપને લઈને નહીં, પરંતુ કોંગ્રેસને લઈને કહી હતી. જેને જાણી જોઈને દુષ્પ્રચારના ઈરાદાથી ભાષણના મૂળ ભાગથી અલગ કરી શેર કરવામાં આવી રહી છે. શું થઈ રહ્યું છે વાયરલ? ફેસબુક યુઝર ‘ચંદન કુશવાહ’એ 10 એપ્રિલે વીડિયો શેર કર્યો છે અને લખ્યું, “ગરીબોને સપના દેખાડો, જૂઠું બોલો અને રાજ કરો..!! , વાયરલ વીડિયો ક્લિપ ઉપર લખ્યું છે કે અમારું તો કામ જ આ છે. તમારાથી થાય એ કરી લો. વાયરલ પોસ્ટના આર્કાઇવ વર્ઝન અહીં ક્લિક કરીને જોઈ શકાય છે. તપાસ વિશ્વાસ ન્યૂઝે સૌથી પહેલા આ વાયરલ વીડિયોને ઇનવિડ ટૂલમાં નાખીને તેના કી-ફ્રેમ કાઢ્યા. અમે તે કી-ફ્રેમ પર ગૂગલ રિવર્સ ઇમેજ સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો. આ દરમિયાન અમને ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર યુટ્યુબ ચેનલ પર 21 માર્ચ 2021ના રોજ વાયરલ ક્લિપ અપલોડ મળી. વીડિયો ક્લિપના ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે કે, ”આસામના લોકો કોંગ્રેસની ગેરંટી – ખોટા મેનિફેસ્ટો, ભ્રષ્ટાચાર, કૌભાંડો અને ઘણું બધું જાણે છે. વીડિયોમાં પીએમ મોદીને એમ કહેતા સાંભળી શકાય છે કે, “50 વર્ષ કરતા વધુ સમય સુધી આસામ પર શાસન કરનારા લોકો આજકાલ આસામને 5 ગેરંટી આપી રહ્યા છે. આસામના લોકો તેમની નસ-નસથી વાકેફ છે. આ લોકોને ખોટા વચનો આપવાની અને ખોટા મેનિફેસ્ટો બનાવવાની આદત પડી ગઈ છે. ગરીબોને બસ સપના દેખાડો, જુઠ્ઠું બોલો, અંદરો અંદર લડાવો અને રાજ કરો. આ જ કોંગ્રેસની હંમશા સત્તામાં રહેવાની ફોર્મ્યુલા રહી છે. તમારે યાદ રાખવાનું છે કે કોંગ્રેસ એટલે ખોટા મેનિફેસ્ટોની ગેરંટી, કોંગ્રેસ એટલે મૂંઝવણની ગેરંટી, કોંગ્રેસ એટલે અસ્થિરતાની ગેરંટી, કોંગ્રેસ એટલે હિંસા અને અલગતાવાદની ગેરંટી, કોંગ્રેસ એટલે ભ્રષ્ટાચારની ગેરંટી. ભાઈઓ અને બહેનો, ભાજપના નેતૃત્વમાં એનડીએ સરકાર સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસના મંત્રની સાથે આગળ વધી રહી છે. પરંતુ આજના કોંગ્રેસના નેતાઓને ફક્ત સત્તાથી મતલબ છે. ભલે પછી તે ગમે એવી રીતે મળે. કોંગ્રેસની તિજોરી હવે ખાલી થઈ ગઈ છે. તેને ભરવા માટે તેઓને કોઈપણ કિંમતે સત્તા જોઈએ છે. કોંગ્રેસની માત્ર ખુરશી જ મિત્ર છે. ખુરશી વિના તેનો કોઈ મિત્ર નથી. કોઈ વિઝન નથી, કોઈ સંકલ્પ નથી, કંઈ કરવાનો ઈરાદો નથી. વીડિયોને અહીં જુઓ. સર્ચ દરમિયાન અમને પીએમ નરેન્દ્ર મોદીની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર પણ તેમની આ રેલી સાથે સંબંધિત વીડિયો 21 માર્ચે 2021ના રોજ અપલોડ કરાયેલો મળ્યો. 43 મિનિટ 34 સેકન્ડના આ વીડિયોમાં વાયરલ વીડિયોના આ ભાગને 35 મિનિટ 21 સેકન્ડ પછી જોઈ શકાય છે, જેમાં પીએમ મોદી આસમ ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસ પર નિશાન સાધતા જોવા મળી રહ્યા છે. અસલ વીડિયોમાં 35 મિનિટ અને 40 સેકન્ડ પછી પીએમ મોદી કહી રહ્યા છે કે આ લોકોને ખોટા વાયદા આપવાની અને ખોટા મેનિફેસ્ટો કરવાની આદત પડી ગઈ છે. ગરીબોને માત્ર સપના દેખાડો. જૂઠું બોલો, તેમને અંદરોઅંદર લડાવો અને રાજ કરો, સત્તામાં રહેવાની કોંગ્રેસની આ હંમેશા ફોર્મ્યુલા રહી છે. વાયરલ વીડિયો ક્લિપ તેનો અધૂરો ભાગ જ છે. ઓરિજનલ વીડિયોને અહીં નીચે જોઈ શકાય છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સત્તાવાર વેબસાઇટ પર આ રેલી વિશે સંપૂર્ણ માહિતી આપવામાં આવી છે. ઓરિજિનલ વીડિયોની સાથે ભાષણમાં કહેવામાં આવેલી વાતો પણ લખવામાં આવી છે. જે અહીં જોઈ શકાય છે. આ અંગે વધુ માહિતી માટે વિશ્વાસ ન્યૂઝે ભાજપના પ્રદેશ પ્રવક્તા અવનીશ ત્યાગી સાથે વાત કરી. તેમણે કહ્યું કે, આ વીડિયો જૂનો અને એડિટેડ છે. વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આ પહેલા પણ આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. ત્યારે વિશ્વાસ ન્યૂઝે તેની તપાસ કરી હતી. તમે અમારી ફેક્ટ ચેક સ્ટોરી અહીં વાંચી શકો છો. ફેક તસવીર શેર કરનાર ફેસબુક યુઝરનું સોશિયલ સ્કેનિંગ કરવા પર જાણવા મળ્યું કે યુઝરને 6,000થી વધુ લોકો ફોલો કરે છે. યુઝર પટનાનો રહેવાસી છે. નિષ્કર્ષ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાયરલ વીડિયો ક્લિપને લઈને કરવામાં આવી રહેલો દાવો વિશ્વાસ ન્યૂઝની તપાસમાં ભ્રામક સાબિત થયો છે. વાયરલ ક્લિપ પીએમ મોદીના આસમ વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ગોલાઘાટ જિલ્લાના બોકાખાટ ખાતે સંબોધિત કરવામાં આવેલી રેલીની છે. હવે તેમના ભાષણનો અધૂરો વીડિયો ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે. CLAIM REVIEW : CLAIMED BY : Chandan Kushwaha FACT CHECK : Misleading factcheck #edited #video #pmmodis #speech #viral - Claim Review : પીએમ મોદીએ કહ્યું કે ગરીબોને માત્ર સપના દેખાડો. જૂઠું બોલો, તેને એકબીજાની વચ્ચે લડાવો અને શાસન કરો. - Claimed By : Chandan Kushwaha - Fact Check : Misleading Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 10 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software