About: http://data.cimple.eu/claim-review/e55ac6312912fc8ba8e99b16fe97642644fc0eb2a87e21d242463b3e     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: આ વીડિયો હમાસથી સુરક્ષિત બચાવવામાં આવેલી મહિલાનો નહીં, પરંતુ ઈરાકના સાંસદનો છે. વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાના વાયરલ વીડિયોને હાલમાં થઈ રહેલા ઈઝરાયલ અને હમાસ યુદ્ધ સાથે કોઈ સંબંધ નથી. વાયરલ વીડિયો વર્ષ 2017નો છે અને ઈરાકમાં યઝીદી સમુદાયના સાંસદ વિયાન દાખિલનો છે. વીડિયોમાં તેઓ યઝીદી મહિલાઓ પર થતી ક્રૂરતા વિશે વાત કરી રહ્યા છે. - By: Pragya Shukla - Published: Oct 31, 2023 at 10:36 AM વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી) સોશિયલ મીડિયા પર એક મહિલાનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં મહિલા એક ભયાનક ઘટના વિશે જણાવતી જોવા મળી રહી છે. વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે મહિલા ઈઝરાયલની રહેવાસી છે અને પોતાના પર જે થયું તેના વિશે જણાવી રહી છે. મહિલાને હમાસે બંદી બનાવીને રાખી હતી અને મહિલાની સાથે ત્યાં ક્રૂર વર્તન કરવામાં આવ્યું હતું. વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાના વાયરલ વીડિયોને હાલમાં થઈ રહેલા ઈઝરાયલ અને હમાસ યુદ્ધ સાથે કોઈ સંબંધ નથી. વાયરલ વીડિયો વર્ષ 2017નો છે અને ઈરાકમાં યઝીદી સમુદાયના સાંસદ વિયાન દાખિલનો છે. વીડિયોમાં તેઓ યઝીદી મહિલાઓ પર થતી ક્રૂરતા વિશે વાત કરી રહ્યા છે. શું થઈ રહ્યું છે વાયરલ? ફેસબુક યુઝર ઉદય મૌર્યએ 26 ઓક્ટોબર 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, ”ઈઝરાયલી મહિલાએ જણાવ્યું કે તે ત્રણ દિવસથી હમાસના આતંકવાદીઓની કેદમાં હતી. ત્રણ દિવસ પછી તેઓ ભાત અને મીટનું શાક ખાવા માટે લાવ્યા. મને ખૂબ જ ભૂખ લાગી હતી, મારા જમ્યા પછી મને તેઓએ જણાવ્યું કે આ મીટનું શાક તમારા એક વર્ષના બાળકને કાપીને બનાવવામાં આવ્યું હતું, જેને અમે તમારી પાસેથી છીનવી લીધો હતો. તેઓએ 10 વર્ષની બાળકીઓ પર રેપ તેના મૃત્યુ સુધી કર્યો. અને ભારતના કેટલાક હમાસને બાપ બનાવી ને બેઠા છે આ વાતથી તેમની લાંબા ગાળાની વિચારસરણી જાણવા મળે છે. જાગો હિન્દુઓ જાગો. જાતિઓમાં વિભાજન ન કરો, ભારતની અંદર જુઓ અહીં પેલેસ્ટાઈન અને હમાસ કરતાં વધુ આતંકવાદીઓ ઉછરી રહ્યા છે.” પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ. તપાસ પોસ્ટની સત્યતા જાણવા માટે અમે ઈનવિડ ટૂલની મદદથી વીડિયોની કેટલીક કી-ફ્રેમ્સ કાઢી અને તેને ગૂગલ રિવર્સ ઈમેજની મદદથી સર્ચ કરી. અમને દાવા સાથે સંબંધિત એક રિર્પોટ વોશિંગ્ટન ટાઈમ્સની વેબસાઈટ પર મળ્યો. રિર્પોટને 27 જૂન 2017ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વીડિયોમાં જોવા મળી રહેલી મહિલા ઈરાકના યઝીદી સમુદાયના સાંસદ વિયાન દાખિલ છે. તેઓ યઝીદી મહિલાઓ પર જે થયું તેના વિશે વાત કરતા જોવા મળી રહ્યા છે. તેમણે જણાવ્યું કે કેવી રીતે ઈસ્લામિક સ્ટેટના આતંકવાદીઓએ યઝીદી મહિલાઓ પર અત્યાચાર કર્યો. રિર્પોટમાં વિયાન દાખિલ એક યઝીદી મહિલાની આપવીતી જણાવવા કહે છે કે,”જે મહિલાઓને અમે ISISથી છોડાવવામાં સફળ રહ્યા છીએ. તેમાંથી એકે અમને કહ્યું કે તેને ત્રણ દિવસ સુધી ખાવા-પીવાનું આપ્યા વગર ભોંયરામાં રાખવામાં આવી હતી. પછી તેને થાળીમાં ભાત અને મીટ આપવામાં આવ્યું હતું. જોકે, તેને ખૂબ ભૂખ લાગી હોવાથી તેણે તે ખાઈ લીધું હતું. જમ્યા પછી તેઓએ તેને કહ્યું હતું કે અમે તમારા 1 વર્ષના દીકરાને કાપીને મીટ બનાવ્યું હતું.” રિપોર્ટમાં વધુમાં જણાવવામાં આવ્યું છે કે સાંસદ વિયાન દાખિલે આ ઈન્ટરવ્યુ ઈજિપ્તના એક્સ્ટ્રા ન્યૂઝને આપ્યો હતો. આ ઈન્ટરવ્યુનું અનુવાદ મિડલ ઈસ્ટ મીડિયા રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ (MEMRI) દ્વારા કરવામાં આવ્યું હતું. અન્ય ન્યૂઝ રિર્પોટને અહીં વાંચી શકાય છે. તપાસ દરમિયાન અમને ઇન્ટરવ્યુનો આખો વીડિયો એક્સ્ટ્રા ન્યૂઝની ઓફિશિયલ YouTube ચેનલ પર 3 જૂન, 2017ના રોજ અપલોડ થયેલો મળ્યો. MEMRIએ આ ઇન્ટરવ્યુના અનુવાદવાળા વીડિયોને પોતાના સત્તાવાર X એકાઉન્ટ પર 26 જૂન 2017ના રોજ શેર કર્યો હતો. આ અંગે અમે ઈઝરાયલના ફેક્ટ ચેકર યુરિયા બાર મેર સાથે સંપર્ક કરીને તેમને વાયરલ વીડિયો મોકલ્યો. તેમણે અમને જણાવ્યું કે, ”વાયરલ દાવો ખોટો છે. આ વીડિયો ઈઝરાયલના કોઈ ટીવી પ્રોગ્રામનો નથી. આ વીડિયોને ઈઝરાયલ સાથે કોઈ સંબંધ નથી.” અંતે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરના 1.5 હજાર ફોલોઅર્સ છે. યુઝર રાંચીનો રહેવાસી છે. યુઝર મે 2015થી ફેસબુક પર એક્ટિવ છે. निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે મહિલાના વાયરલ વીડિયોને હાલમાં થઈ રહેલા ઈઝરાયલ અને હમાસ યુદ્ધ સાથે કોઈ સંબંધ નથી. વાયરલ વીડિયો વર્ષ 2017નો છે અને ઈરાકમાં યઝીદી સમુદાયના સાંસદ વિયાન દાખિલનો છે. વીડિયોમાં તેઓ યઝીદી મહિલાઓ પર થતી ક્રૂરતા વિશે વાત કરી રહ્યા છે. - Claim Review : હમાસમાંથી બચાવેલી મહિલાનો વીડિયો. - Claimed By : ફેસબુક યુઝર ઉદય મૌર્ય - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 8 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software