About: http://data.cimple.eu/claim-review/e96413c5c67bf73dd9d42303dec8ded0f530610f69feac13ba73b420     Goto   Sponge   NotDistinct   Permalink

An Entity of Type : schema:ClaimReview, within Data Space : data.cimple.eu associated with source document(s)

AttributesValues
rdf:type
http://data.cimple...lizedReviewRating
schema:url
schema:text
  • Fact Check: બ્રાહ્મણોને અપશબ્દ કહેવા પર એટ્રોસિટી એક્ટ લાગુ થવાનો ખોટો દાવો ફરી વાયરલ વિશ્વાસ ન્યૂઝની તપાસમાં બ્રાહ્મણોને અપશબ્દ કહેવા પર એટ્રોસિટી એક્ટ લાગુ થવાનો દાવો ખોટો સાબિત થયો. સુપ્રીમ કોર્ટે આવો કોઈ નિર્ણય સંભળાવ્યો છે. - By: Pallavi Mishra - Published: Jun 24, 2024 at 11:05 AM નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર ફરી એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે સુપ્રીમ કોર્ટે એ નિર્ણય સંભળાવ્યો છે કે બ્રાહ્મણોને અપશબ્દ કહેવા પર હવે એટ્રોસિટી એક્ટ લાગુ થશે, વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો સાબિત થયો. સુપ્રીમ કોર્ટે આવો કોઈ નિર્ણય સંભળાવ્યો નથી. શું છે વાયરલ પોસ્ટમાં? ફેસબુક યુઝર Sudhir Vyas (આર્કાઇવ)એ વાયરલ દાવાને શેર કરતા લખ્યું છે કે, ”બ્રાહ્મણ જાતિ માટે અપશબ્દ બોલવા પર હવે લાગુ થશે એટ્રોસિટી એક્ટ……………સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાએ આપ્યો મોટો નિર્ણય. બ્રાહ્મણ જાતિ માટે અપશબ્દ બોલવા પર હવે લાગુ થશે એટ્રોસિટી એક્ટ. એડવોકેટ મુકેશ ભટ્ટજીએ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી પિટીશનને આજે સુપ્રીમ કોર્ટે માન્યતા આપી. બધા બ્રાહ્મણોને આ મેસેજ જરુર મોકલો, જય પરશુરામ.” પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે. તપાસ વાયરલ દાવો એકવાર પહેલા પણ વાયરલ થયો હતો. તે સમયે પણ વિશ્વાસ ન્યૂઝે આ અંગે તપાસ કરી હતી. તે સમયે દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર ઘણા કીવર્ડ્સ દ્વારા સર્ચ કર્યું હતું, પરંતુ અમને વાયરલ દાવા સંબંધિત કોઈ વિશ્વસનીય મીડિયા રિપોર્ટ મળ્યા ન હતા. અમે એકવાર ફરી કીવર્ડ્સની મદદથી સર્ચ કર્યું પરંતુ અમને એવો કોઈ રિપોર્ટ મળ્યો નથી. તપાસને આગળ વધારતા અમે કાયદાકીય મુદ્દાઓ પર લેખ પ્રકાશિત કરતી વેબસાઈટ ‘Live Law’ અને ‘BarandBench’ પર પણ સર્ચ કર્યું, પરંતુ અમને અહીં પણ આવી કોઈ માહિતી મળી નથી. અમે સુપ્રીમ કોર્ટની વેબસાઈટ પર પણ સર્ચ કર્યું, પરંતુ અમને અહીં પણ આવો કોઈ ચુકાદો મળ્યો નથી, જેવો વાયરલ પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે. વધુ જાણકારી માટે અમે સુપ્રીમ કોર્ટના વકીલ મોહિત ત્યાગી સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ દાવો ખોટો છે. સુપ્રીમ કોર્ટે આવો કોઈ નિર્ણય સંભળાવ્યો નથી અને ન તો આવી કોઈ અરજી દાખલ કરવામાં આવી છે. બ્રાહ્મણો વિરુદ્ધ અપશબ્દ કહેવા પર હવે એટ્રોસિટી એક્ટ લાગુ થઈ શકશે નહીં. SC/ST એટ્રોસિટી એક્ટને 1989માં પસાર કરવામાં આવી હતી. આ એક ખાસ પ્રકારનો કાયદો છે, જે બંધારણની કલમ 15(4) હેઠળ બનાવવામાં આવ્યો હતો. તે સમાજના દલિત વર્ગ માટે વિશેષ જોગવાઈઓ કરવાની મંજૂરી આપે છે. તપાસના અંતે અમે દાવાને શેર કરનાર ફેસબુક યુઝર સુધીર વ્યાસના એકાઉન્ટને સ્કેન કર્યું. સ્કેનિંગ પરથી અમને જાણવા મળ્યું કે યુઝરને અંદાજીત 10000 લોકો ફોલો કરે છે. निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં બ્રાહ્મણોને અપશબ્દ કહેવા પર એટ્રોસિટી એક્ટ લાગુ થવાનો દાવો ખોટો સાબિત થયો. સુપ્રીમ કોર્ટે આવો કોઈ નિર્ણય સંભળાવ્યો છે. - Claim Review : બ્રાહ્મણ જાતિ માટે અપશબ્દ બોલવા પર હવે લાગુ થશે એટ્રોસિટી એક્ટ - Claimed By : Facebook User- Sudhir Vyas - Fact Check : False Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know! Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.
schema:mentions
schema:reviewRating
schema:author
schema:datePublished
schema:inLanguage
  • English
schema:itemReviewed
Faceted Search & Find service v1.16.123 as of May 22 2025


Alternative Linked Data Documents: ODE     Content Formats:   [cxml] [csv]     RDF   [text] [turtle] [ld+json] [rdf+json] [rdf+xml]     ODATA   [atom+xml] [odata+json]     Microdata   [microdata+json] [html]    About   
This material is Open Knowledge   W3C Semantic Web Technology [RDF Data]
OpenLink Virtuoso version 07.20.3241 as of May 22 2025, on Linux (x86_64-pc-linux-musl), Single-Server Edition (126 GB total memory, 10 GB memory in use)
Data on this page belongs to its respective rights holders.
Virtuoso Faceted Browser Copyright © 2009-2026 OpenLink Software