Fact Check
શું ખરેખર Priya Malikને કુસ્તી Olympicsમાં ગોલ્ડ મેડલ મળ્યું છે?, જાણો શું છે ભ્રામક દાવાનું સત્ય
મહિલા વેઇટલિફ્ટિંગ કેટેગરીમાં મીરાબાઈ ચાનુએ ભારતનું પ્રથમ સિલ્વર મેડલ જીત્યા પછી, રેસલર Priya Malik કુસ્તી ઓલમ્પિક્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હોવાના દાવા સાથે સોશિયલ મીડિયા પર એક તસ્વીર વાયરલ થયેલ છે. પ્રિયા મલિકના ગોલ્ડ મેડલ જીત્યા બાદ અનેક લોકોએ શુભકામના પાઠવતા મેસેજ અને સોશ્યલ મીડિયા પોસ્ટ શેર કરવામાં આવેલ છે.
ફેસબુક પર “કુસ્તી ઓલમ્પિક મા ભારત ની દીકરી પ્રિયા મલિકે કે કુસ્તી મા “સ્વર્ણ ચંદ્રક” જીતી ને દેશ નું ગૌરવ વધાર્યું” કેપશન સાથે પ્રિયા મલિકની તસ્વીર શેર કરવામાં આવેલ છે.
Factcheck / Verification
પ્રિયા મલિક દ્વારા કુસ્તી ઓલમ્પિકમાં ભારત માટે ગોલ્ડ મેડલ જીતી લાવ્યા હોવાના દાવા પર ગુગલ કીવર્ડ સર્ચ કરતા ન્યુઝ સંસ્થાન gujaratimidday, iamgujarat અને abplive દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે.
અહેવાલ મુજબ, પ્રિયા મલિકે હંગરીમાં આયોજિત વિશ્વ કુશ્તી ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીત્યો છે. વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશિપમાં પ્રિયાએ બેલારુસની પહેલવાનને 5-0થી હરાવી હતી.
આ મુદ્દે વધુ સર્ચ કરતા ટ્વીટર પર હરિયાણા સ્પોર્ટ્સ મિનિસ્ટર સંદીપ સિંહ દ્વારા કરવામાં આવેલ પ્રિયા મલિકને શુભકામના આપતી ટ્વીટ જોવા મળે છે. જેમાં તેઓએ હંગેરી ખાતે યોજાયેલ વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ જીતનાર પ્રિયા મલિકનો આભાર વ્યક્ત કર્યો છે.
આ ઉપરાંત અહીંયા આપણે ઓલમ્પિક્સની ઓફિશ્યલ વેબસાઈટ જોઈ શકીએ છીએ, જ્યાં અત્યાર સુધીમાં રમાયેલ તમામ રમતોમાં મળેલ જીતનાર દેશના રેન્ક આપવામાં આવેલ છે. જયારે Cadet World Championship વેબસાઈટ પર કુસ્તી માટે હંગેરી ખાતે ત્યજાયેલ સ્પર્ધા અંગે જાણકારી જોવા મળે છે.
Conclusion
ટોકિયો ખાતે ચાલી રહેલ ઓલમ્પિકમાં પ્રિયા મલિક ગોલ્ડ મેડલ જીત્યા હોવાનો ભ્રામક દાવો સોશ્યલ મીડિયા પર વાયરલ થયેલ છે. પ્રિયા મલિક કુસ્તી સ્પર્ધામાં ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા છે, પરંતુ આ ઓલમ્પિક્સ સ્પર્ધા નહીં પરંતુ વર્લ્ડ કેડેટ રેસલિંગ ચેમ્પિયનશિપ છે. આ સ્પર્ધા બુડાપેસ્ટ,હંગેરી ખાતે યોજાયી હતી. જયારે ઓલમ્પિક્સ રમત ટોકિયો જાપાન ખાતે ચાલી રહી છે.
Result :- Misleading
Our Source
ઓલમ્પિક્સની ઓફિશ્યલ વેબસાઈટ
Cadet World Championship
સ્પોર્ટ્સ મિનિસ્ટર સંદીપ સિંહ
gujaratimidday,
iamgujarat
abplive
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044