ક” કમળનો “ક”તો બરાબર ઘૂંટ્યો પણ “ક્ષ શિક્ષણનો “ક્ષ”એવું કોઈએ ભણાવ્યું નહિ ! ૯૦૦ યુનિવર્સીટી અને ૪૦ હજાર કોલેજોના આ દેશમાં શિક્ષણ એક કોમોડિટી બની ચૂક્યું છે જેના ખરીદદાર અને વેચનાર બંને બેશરમ છે. પેપર લીક,પરીક્ષા ચોરી, નકલી ડિગ્રી સર્ટિફિકેટ જેવા વાયરસથી શિક્ષણ વ્યવસ્થા ત્રસ્ત છે.