schema:text
| - Newchecker.in is an independent fact-checking initiative of NC Media Networks Pvt. Ltd. We welcome our readers to send us claims to fact check. If you believe a story or statement deserves a fact check, or an error has been made with a published fact check
Contact Us: checkthis@newschecker.in
Fact checks doneFOLLOW US
Fact Check
ગુજરાતની કથળતી શિક્ષણ વ્યવસ્થા પર આજકાલ ખુબ જ સવાલો ઉઠી રહ્યા છે, સરકારી ભરતીના પરીક્ષાના પેપર લીક થવાની ઘટનાઓ પણ સતત વધતી જઈ રહી છે. હાલમાં, દિલ્હી ડે. સીએમ મનીષ સિસોદિયા એ ગુજરાતની સરકારી શાળાની મુલાકાત લીધી હતી. ગુજરાતની સરકારી શાળાની કથળેલી હાલત મીડિયા સમક્ષ રજૂ કરતા વિપક્ષ દ્વારા ભાજપ સરકાર અને શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પર આકાર પ્રહાર કર્યા હતા.
ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા ખાડે ગઈ હોવાના નિવેદનો સાથે સોશ્યલ મીડિયા પર અનેક પોસ્ટ શેર કરવામાં આવેલ છે. આ ક્રમમાં આપ કાર્યકર્તાઓ તેમજ અન્ય યુઝર્સ દ્વારા ફેસબુક પર એક તસ્વીર શેર કરવામાં આવેલ છે. વાયરલ પોસ્ટ સાથે દાવો કરવામાં આવ્યો છે, “ક” કમળનો “ક”તો બરાબર ઘૂંટ્યો પણ “ક્ષ શિક્ષણનો “ક્ષ”એવું કોઈએ ભણાવ્યું નહિ !, પેપર લીક,પરીક્ષા ચોરી, નકલી ડિગ્રી સર્ટિફિકેટ જેવા વાયરસથી શિક્ષણ વ્યવસ્થા ત્રસ્ત છે.“
આ તસ્વીર ટ્વિટર યુઝર ડૉ. ભરત કાનાબારે પોસ્ટ કરી હતી અને બાદમાં હટાવી દેવામાં આવી હતી. નોંધનીય છે કે આ ટ્વિટને દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલ દ્વારા “ભાજપના લોકો ગુજરાતની કથળતી શિક્ષણ વ્યવસ્થા પર પણ સવાલો ઉઠાવી રહ્યા છે. પાર્ટી લાઇનથી ઉપર ઉઠીને ગુજરાતમાં સારા શિક્ષણ માટે અવાજ ઉઠવા લાગ્યો છે.” કૅપ્શન સાથે શેર કરવામાં આવી હતી.
આ પણ વાંચો :- દિલ્હીની વર્લ્ડ ક્લાસ મેડિકલ સુવિધા ટાઇટલ સાથે UP ખાતે બનેલ ઘટનાની તસ્વીર વાયરલ
“પેપર લીક,પરીક્ષા ચોરી, નકલી ડિગ્રી સર્ટિફિકેટ જેવા વાયરસથી શિક્ષણ વ્યવસ્થા ત્રસ્ત” ટાઇટલ સાથે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલ તસ્વીરને ગુગલ રિવર્સ ઇમેજ સર્ચ કરતા માર્ચ 2015ના ન્યુઝ સંસ્થાન firstpost તેમજ tribuneindia દ્વારા પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ, બિહારમાં બે દિવસમાં 515 વિદ્યાર્થીઓને પરીક્ષામાં ચોરી કરવા બદલ પકડવામાં આવ્યા હતા.
ધ હિંદુના એક લેખ અનુસાર, બિહારના વૈશાલી જિલ્લામાં એક સ્થાનિક હિન્દી દૈનિક માટે કામ કરતા પત્રકાર ‘કુમાર’ દ્વારા આ તસ્વીર લેવામાં આવી હતી.
મળતી માહિતીના આધારે વધુ તપાસ કરતા યુટ્યુબ પર TIMES NOW અને NDTV India દ્વારા પોસ્ટ કરવામાં આવેલ ન્યુઝ બુલેટિન જોઈ શકાય છે. જે અનુસાર, બિહારના વૈશાલી જિલ્લા ખાતે બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓના માતાપિતા તેમજ મિત્રો દ્વારા સ્કૂલની ઇમારત પર ચડીને નકલ પહોંચાડવામાં આવી રહી છે.
ગુજરાતની કથળતી શિક્ષણ વ્યવસ્થા પર કટાક્ષ સાથે સોશ્યલ મીડિયા પર શેર કરવામાં આવેલ તસ્વીર ખરેખર 2015માં બિહારના વૈશાલી જિલ્લા ખાતે બોર્ડની પરીક્ષા સમયે લેવામાં આવેલ છે. ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા પર ઉઠતા સવાલો બાદ સોશ્યલ મીડિયા પર દીવાલ પર ચડીને પરીક્ષામાં નકલ કરવા માટે મદદ કરનારા લોકોની આ તસ્વીર ભ્રામક દાવા સાથે શેર કરવામાં આવેલ છે.
Our Source
Media Reports of Firstpost And Tribuneindia
Youtube Videos Of TIMES NOW And NDTV India
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
Dipalkumar
February 11, 2025
Dipalkumar
February 4, 2025
Komal Singh
October 15, 2024
|