schema:text
| - Fact Check
બિહારના ઋતુરાજે માત્ર 51 સેકન્ડમાં ગૂગલને હેક કર્યું અને કરોડોની જોબ મળેવી હોવાના ભ્રામક દાવા સાથે પોસ્ટ વાયરલ
બિહારના બેગુસરાયના ઋતુ રાજ ચૌધરીએ માત્ર 51 સેકન્ડમાં ગૂગલને હેક કરીને ટેક કંપનીમાં 3.66 કરોડ પગાર સાથે નોકરી મેળવી લીધી હોવાના દાવા સાથે એક પોસ્ટ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ રહી છે.
ફેસબુક પોસ્ટ સાથે “બિહારનો ઋતુરાજ ચૌધરી હાલ આઇ.આઇ.ટી. મણીપુરમાં S.Y માં અભ્યાસ કરે છે. તેણે 53 સેકન્ટ માટે google ને હેક કર્યું. ઋતુરાજની કાબેલિયત ને સલામ કરી Google માં કામ કરવાની ઓફર કરી.” ટાઇટલ સાથે ઋતુરાજ ચૌધરીની તસ્વીર શેર કરવામાં આવેલ છે. ઉલ્લેખનીય છે કે, ફેસબુક પર વાયરલ થયેલ આ ભ્રામક પોસ્ટ પર newschecker ઈંગ્લીશ ટિમ દ્વારા આગાઉ ફેકટચેક પ્રકાશિત કરવામાં આવેલ છે.
શું છે વાયરલ દાવો?
- બિહારનો ઋતુરાજ ચૌધરી હાલ આઇ.આઇ.ટી. મણીપુરમાં S.Y માં અભ્યાસ કરે છે. તેણે 53 સેકન્ટ માટે google ને હેક કર્યું . આખી દુનિયામાં બેઠેલા Googleના અધિકારીઓ અને એન્જિનિયર ગોથે ચડી ગયા પણ રીકવર ન થયું .હેક થવાનું કારણ ન મળ્યું. ઋતુરાજે એને પુનઃ ચાલુ કરીને ગૂગલ કંપની ને મેઈલ કર્યો કે તમારા સોફ્ટવેરમાં રહેલી આ કમી ને કારણે હું એને હેક કરી શક્યો. અધિકારીઓ એ મુજબ ચેકીંગ કર્યું તો એમને સોફ્ટવેરની મોટી ભૂલ પકડાઈ. અમેરિકામાં તાત્કાલિક મીટીંગ મળી જે 12 કલાક સુધી ચાલી અને ઈ મેઈલ દ્વારા ઋતુરાજની કાબેલિયત ને સલામ કરી Google માં કામ કરવાની ઓફર કરી. અને 3.66 કરોડ પગાર સાથે નિમણૂક લેટર પણ આપી દિધો.અધિકારીઓ તેને લેવા ભારત આવશે એમ જણાવ્યું .પરંતુ ઋતુરાજ પાસે પાસપોર્ટ પણ ન હતો. અમેરિકા એ ભારત સરકાર સાથે વાત કરી ને ઇમરજન્સી માત્ર બે પાસપોર્ટ તૈયાર થઈ ને ઘરે પહોંચાડ્યો. આજે પ્રાઇવેટ જેટ વિમાન થી ઋતુરાજ અમેરિકા જશે .
Fact Check / Verification
ઋતુરાજ દ્વારા ગુગલ હેક કરવામાં આવ્યું હોવાના દાવા અંગે ગુગલ કીવર્ડ સર્ચ કરતા ટાઇમ્સ ઑફ ઇન્ડિયા દ્વારા 3 ફેબ્રુઆરીના પ્રકાશિત કરવામાં આવેલ અહેવાલ જોવા મળે છે. જે મુજબ, બિહારના બેગુસરાયના ઋતુરાજે ગૂગલમાં ‘બગ’ (ખામી) શોધી છે. આ બગના કારણે સર્ચ એન્જિન અને તેની સુરક્ષા પર હેકર્સ સફળતાપૂર્વક હુમલો કરી શકે છે અને તેને ઠીક કરવાની જરૂર છે.
વધુ માહિતી અનુસાર, ઋતુરાજ IIIT-મણિપુરના બીજા વર્ષના વિદ્યાર્થી છે. તેઓએ એક “passionate bug hunter” નામની કંપની શરૂ કરી છે, જે ઇન્ટરનેટ પર આવેલા આવા બગ શોધવાનું અને તેના પર રિસર્ચ કરવાનું કામ કરે છે.
દિવ્યભાષ્કર દ્વારા પ્રકાશિત કરવામાં અહેવાલ અનુસાર, ઋતુરાજ બેગુસરાયના મુંગેલી ગંજમાં રહે છે. તે હાલમાં આઈઆઈઆઈટી મણિપુરમાંથી બી.ટેક બીજા વર્ષમાં અભ્યાસ કરી રહ્યો છે. તેના પિતા રાકેશ ચૌધરી એક ઝવેરી છે. ઋતુરાજે ગૂગલમાં બગ (ખામી) શોધી છે. આ માહિતી તેમણે Google ‘Bug Hunter Site’ ને મેઈલ કરી અને જે બાદ થોડા દિવસો પછી ગૂગલ તરફથી એક મેઈલ માં કંપનીએ પોતાની સિસ્ટમની ખામીઓ સ્વીકારી અને ઋતુરાજનો આભાર માન્યો. આ સાથે, તે ખામી પર કામ કરવા માટે ઋતુરાજને તેમની રિસર્ચ ટિમમાં પણ શામેલ કરવા માટે જાણ કરવામાં આવી હતી.
જો કે, કોઈપણ અહેવાલોમાં Google દ્વારા સર્ચ એન્જિન હેક કરવા વિશે અથવા જોબ ઑફર્સ વિશે કંઈપણ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી.
વાયરલ દાવા અંગે વધુ તપાસ કરતા, ગુગલ બગ હન્ટર્સ વેબસાઈટ પર ઋતુરાજની ઓફિશ્યલ પ્રોફાઈલ જોવા મળે છે. પ્રોફાઇલ મુજબ, તેઓ જાન્યુઆરી 2022થી બગ હન્ટર્સ કોમ્યુનિટીના મેમ્બર છે. જાન્યુઆરી 25ના ઋતુરાજ દ્વારા પહેલી વખત ગુગલ પર બગ શોધી તેની મોકલવામાં આવ્યો, જે બાદ આ ઋતુરાજને બગ શોધવા માટે ‘ટાઇગર એવોર્ડ’ આપવામાં આવ્યો હતો.
ઉપરાંત, લિંક્ડઇન વેબસાઈટ પર ઋતુરાજની પ્રોફાઇલ જોવા મળે છે. પ્રોફાઇલ પર મળતી માહિતી મુજબ, ઋતુરાજ સાયબર સુરક્ષા , બગ હન્ટર અને કોડર છે. તે ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ફોર્મેશન ટેકનોલોજી મણિપુરમાં કોમ્પ્યુટર સાયન્સના બીજા વર્ષનો વિદ્યાર્થી છે.
લિંક્ડઇન પર ઋતુરાજ દ્વારા 5 ફેબ્રુઆરીના વાયરલ થયેલ ભ્રામક દાવા પર સ્પષ્ટતા આપતી પોસ્ટ શેર કરવામાં આવેલ છે. તેઓએ જણાવ્યું કે “મને Google તરફથી કોઈ પૅકેજ કે નોકરીની ઑફર મળી નથી તેમજ મેં ગુગલ પર કંઈપણ હેક કર્યું નથી. તે માત્ર એક ભૂલ (બગ) હતી, જેની મેં જાણ કરી છે. હું માત્ર Btechમાં અભ્યાસ કરતો વિદ્યાર્થી છું. વાયરલ સમાચાર ફેક છે.“
Conclusion
બિહારના બેગુસરાયના ઋતુ રાજ ચૌધરીએ માત્ર 51 સેકન્ડમાં ગૂગલને હેક કર્યું હોવાના દાવા સાથે સોશ્યલ મીડિયા વાયરલ થયેલ પોસ્ટ તદ્દન ભ્રામક છે. ઋતુરાજ દ્વારા ગુગલ પર એક બગ (ખામી) શોધવામાં આવી હતી, જેની જાણ કરવા માટે ગુગલ તરફથી તેને એવોર્ડ આપવામાં આવ્યો હતો. ગુગલ દ્વારા કરોડો રૂપિયાની ઓફર આપવામાં આવી હોવાના ભ્રામક દાવા અંગે ઋતુરાજ દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવેલ છે.
Result :- Misleading Content
Our Source
LinkedIn Account Of Ritu Raj Choudhary
કોઈપણ શંકાસ્પદ, વાયરલ ખબર ચકાસવા અથવા કોઈ અન્ય સૂચન માટે મેઈલ કરો checkthis@newschecker.in અથવા વોટ્સએપ કરો 9999499044
|